મુસ્તાક દલ, જામનગર: જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા દ્વારા મૂળ મધ્ય પ્રદેશમાં રહેતા અને જામનગરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજુરો છેલ્લા ચાલીસ દિવસથી લોકડાઉનમાં હેરાન થતા હતા. તેમજ અનેક વિદ્યાર્થીઓ પણ પોતાના વતન જવા માંગતા હતા. ગત રાત્રીના સમયે તેમના મેડિકલ ચેકઅપ કરાવી તેમજ વહીવટી તંત્રની મંજૂરી અપાવી પોતાના ખર્ચે બસ સહિતની સુવિધાઓ પુરી પાડી માદરે વતન મોકલવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં મધ્યપ્રદેશના 84 જેટલા પરપ્રાંતિય મજૂરો અને અન્ય વિદ્યાર્થીઓ હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના વતન પરત જવા માંગતા હોય ત્યારે જામનગર મહાનગર પાલિકાના કોંગ્રેસ વિપક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરો અને વિદ્યાર્થીઓને પોતાના વતન જવા દેવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી હતી. 


જામનગર મા ગતરાત્રીના સમયે વિપક્ષના નેતા અને તેમની ટીમ દ્વારા તમામ પરપ્રાંતીય મજૂરો અને વિદ્યાર્થીઓનું કોરોના અંગેનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરાવી, ત્યારબાદ મધ્યપ્રદેશ સુધી જવાની વહીવટી મંજૂરી અપાવી અને બસ પણ પોતાના ખર્ચે સગવડ આપી રાત્રીના સમયે તમામ પરપ્રાંતિય મજૂરો અને વિદ્યાર્થીઓને માદરે વતન મોકલવામાં આવ્યા હતા.


જોકે લોકડાઉનમાં છેલ્લા ઘણા સમયથી ફસાયેલા પર પ્રત્યે અને મજૂરો અને વિદ્યાર્થીઓ પણ વિપક્ષી નેતાની આ સેવાકીય કામગીરીથી ખુશ થયા હતા. અને તેમને હવે પોતાના વતનમાં પરિવાર સાથે મળવાનો એક મોકો મળ્યો છે ત્યારે વતન જવા માટેની મનપા વિપક્ષી નેતા દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ સવલતો બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર