અતુલ તિવારી/ અમદાવાદ: પ્રથમ વખત અમદાવાદની (Ahmedabad) સરકારી સ્કૂલમાં (Government Schools) બાળકોના પ્રવેશ માટે નેતાઓને (Leaders) ભલામણ કરવી પડી રહી છે. કોર્પોરેટર, મેયર, ધારાસભ્યો ( MLA) તેમજ સાંસદોએ (MP) બાળકોને મ્યુનિસિપલ સંચાલિત શાળામાં (Municipal Schools) બાળકોને પ્રવેશ આપવા સ્કૂલ બોર્ડના (School Boards) ચેરમેનને ભલામણ પત્ર લખ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂલ બોર્ડના (School Boards) ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરને જુદી જુદી શાળામાં (School) બાળકોને પ્રવેશ (Admission) આપવા 30 થી વધુ ભલામણ પત્રો મળ્યા છે. જામનગરના મેયર, ધારાસભ્ય વલ્લભ કકડીયા, હિમતસિંહ પટેલ, ગયાસુદીન શેખ સહિત અનેક કોર્પોરેટરો દ્વારા લેખિતમાં ભલામણ કરાઈ છે.


આ પણ વાંચો:- ગુજકેટની પરીક્ષા માટે મહત્વની જાહેરાત, રિપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ જાહેર


કોરોના મહામારીમાં (Coronavirus) આર્થીક રીતે મજબુર તેમજ ખાનગી શાળાઓની (Private Schools) મસમોટી ફી થી ત્રસ્ત વાલીઓએ સરકારી શાળાઓમાં (Government Schools) બાળકોને મુકવાની શરૂઆત કરી છે. AMC સ્કૂલ બોર્ડ હસ્તક 458 સ્કૂલમાંથી 5 સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવતા વાલીઓનો સરકારી શાળાઓ માટે ક્રેઝ પણ વધ્યો છે.


સ્કૂલ બોર્ડ સંચાલિત મહત્તમ અંગ્રેજી મીડિયમની શાળાઓમાં પ્રવેશ માટે વેઇટિંગની સ્થિતિ જોવા મળી રહી છે. ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાના ધોરણ 2 થી 8 ના વર્ગમાં આ વખતે 1500 થી વધુ બાળકોએ પ્રવેશ લીધો છે. સ્કૂલ બોર્ડની શાળામાં અત્યાર સુધી પહેલા ધોરણમાં 16,600 કરતા વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં માસ્કના દંડ અંગે મોટા સમાચાર, સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત


હાલની સ્થિતિ જોતા અને પ્રવેશ આપવાના સમયગાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ધોરણ 1 માં નવા 25 હજાર બાળકો પ્રવેશ લેશે તેવી સ્કૂલ બોર્ડને અપેક્ષા છે. ગતવર્ષે સ્કૂલ બોર્ડની જુદી જુદી શાળાઓમાં અંદાજે 18 હજાર જેટલા નવા બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.


હજુ સ્કૂલોમાં 31 ઓગસ્ટ સુધી નવા બાળકોને પ્રવેશ આપી શકાશે એવામાં ગતવર્ષની તુલનામાં આ વર્ષે અનેકગણા બાળકો વધવાની શક્યતા છે. ખાનગી શાળામાં મસમોટી ફી, એ સિવાય બાળકોના અભ્યાસ પાછળ થતા અનેક ખર્ચને જોતા સરકારી શાળામાં મળતા લાભ તરફ વાલીઓ આકર્ષાયા છે.


આ પણ વાંચો:- ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 નો સીએમ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ


સરકારી શાળામાં વિનામૂલ્યે અભ્યાસ, મધ્યાહન ભોજનની સુવિધા, વિનામૂલ્યે પુસ્તક મળતા હોવાથી તેમજ અન્ય કોઈ ખર્ચ ના હોવાથી વાલીઓએ ખાનગી શાળાનો મોહ છોડી સરકારી શાળા તરફ વધ્યા છે. હાલની સ્થિતિએ સ્કૂલ બોર્ડની 458 શાળાઓમાં બાળકોની કુલ સંખ્યા 1 લાખ 53 હજાર 770 થઈ છે.


આ અગાઉ વર્ષ 2012માં સ્કૂલ બોર્ડ હસ્તક 1.60 લાખ જેટલા બાળકો કરતા હતા અભ્યાસ, આ વર્ષે આંકડો ફરી એકવાર જુના રેકોર્ડ સ્તર તરફ આગળ વધ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube