જાણો UPSC માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર કાર્તિક જીવાણીની સફળતાનું રહસ્ય
સુરત : આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે પ્રદિપસિંહ પ્રથમ નંબરે આવ્યા છે જ્યારે ગુજરાત સ્તરે સુરતના કાર્તિક જીવાણીનો નંબર આવ્યો છે. IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઇચ્છા છે. જેથી હાર્દિક સુરતનો પ્રથમ IAS અધિકારી બની શકે છે.
ચેતન પટેલ : સુરત : આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે પ્રદિપસિંહ પ્રથમ નંબરે આવ્યા છે જ્યારે ગુજરાત સ્તરે સુરતના કાર્તિક જીવાણીનો નંબર આવ્યો છે. IPS (ઇન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેથી કાર્તિકને હવે IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરમાં જોડાવાની ઇચ્છા છે. જેથી હાર્દિક સુરતનો પ્રથમ IAS અધિકારી બની શકે છે.
અમદાવાદ: નવજાત બાળકીને રાયપુર મહિપતરામ આશ્રમમાં તરછોડી, પોલીસે ગુનો નોંધ્યો
ગુજરાતમાં કુલ 13 ઉમેદવારો સફળ રહ્યા છે. જેમાં દેશમાં 84 માં રેન્ક અને રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવનાર જીવાણી કાર્તિક નાગજીભાઇ છે. બીજા ક્રમે અગ્રવાલ જીતેન્દ્ર મુરારીલાલ 128 મા રેન્ક અને રાજ્યમાં બીજા નંબરે આવ્યો છે. અકારશી જૈન રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેશમાં 140મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. રાજ્યમાં ચોથા ક્રમે ઉમેશ પ્રસાદ ગુપ્તા દેશમાં 162 મો રેન્ક મેળવ્યો છે. ડોબરિયા ચિંતન પ્રભુભાઇ દેશમાં 376 માં રેન્ક સાથે અને રાજ્યમાં પાંચમા નંબરે પાસ થયા છે.
રાજ્યમાં 19 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ
કોણ છે કાર્તિક જીવાણી ?
યુ પી એસ સી નું પરિણામ આજે જાહેર થઇ ચૂકયું છે ત્યારે સુરતના કાર્તિકે ફરી એક વખત સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે યુપીએસસીની પરીક્ષામાં 84 મો ક્રમ પ્રાપ્ત થતાં ની સાથે જ પરિવારજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનીંગં મેળવી રહેલા સુરતના કાર્તિક જીવવાની એ બીજી વખત યુપીએસસી પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે .આજે યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે જેમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ સુરતના કાર્તિકે મેળવ્યો છે ઓલ ઇન્ડિયા ની વાત કરવામાં આવે તો કાર્તિકે 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે .
સન ફાર્માએ લોન્ચ કરી Corona ની દવા FLUGUARD, કિંમત છે માત્ર 35 રૂપિયા
ગુજરાતી મીડીયમ ની શાળા થી ભણતર શરૂ કરનાર કાર્તિકે IIT મુંબઈમાં બી.ટેક કર્યું છે અને ત્યારબાદ 2019માં યુપીએસસીની પરીક્ષામાં ઓલ ઓલ ઇન્ડિયામાં 94 ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને આઇપીએસ માટેની પસંદગી પણ થઈ ગઈ હતી .પરંતુ કાર્તિક સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર રાવ સાહેબ ની જેમ આઈએએસ બનવા માંગતો હતો આ જ કારણ છે કે તેને ફરીથી upsc જેવી કઠિન પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને આજે તે ફરી વખત યુપીએસસીની પરીક્ષા ઉતીર્ણ કરી છે એવું જ નહી ગત વર્ષની પરીક્ષા કરતા આ વર્ષે સારુ પરિણામ હાંસલ કર્યું છે. વર્ષ દરમિયાન રોજ નું 10 કલાક વાંચન કાર્તિક કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર