મુસ્તાક દલ/જામનગર: આજની આધુનિક અને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ તેમજ મોહમાયાથી દુનિયા તરફ યુવા પેઢી ખૂબ જ આકર્ષિત થઇ રહી છે. ત્યારે આવા સમયમાં પણ આજની યુવા પેઢીને એક અનોખો મેસેજ આપી અને મોહ માયાની દુનિયા છોડી જામનગરના એક સુખી સંપન્ન વેપારી પરિવારમાંથી આવતી ઉચ્ચ અભ્યાસ કરનારી 23 વર્ષની યુવતી જિનાલીએ આજે સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગે અપનાવી હજારોની જનમેદની વચ્ચે તેમજ જૈન મુનિઓની ઉપસ્થિતિમાં દીક્ષા અંગીકાર કરી હતી. હવેથી દિક્ષા લીધા બાદ મૂમુક્ષ જિનાલી પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી જિનાંસીતા શ્રીજી મહારાજ સાહેબથી ઓળખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના આજે જૈન સમાજમાં ધર્મ ભક્તિનો એક અનેરો અવસર જોવા મળ્યો હતો. જૈન ધર્મમાં દીક્ષાનું પણ એક અનોખું ધાર્મિક મહત્વ છે ત્યારે જામનગરના સુખી સંપન્ન વેપારી પરિવારમાંથી આવતી અને ઉચ્ચ અભ્યાસ ધરાવતી જેનાલીએ જ્યારે તેમનો માર્ગ છોડી દીક્ષા અપનાવવાનું નક્કી કર્યું જેના ભાગરૂપે ગઇકાલે જામનગર શહેરના રાજમાર્ગો પર છે.


નલીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી અને આજે જામનગર શહેરના ઓશવાળ સેન્ટર ખાતે જૈન મુનિઓ તેમજ જૈન સમાજના હજારો લોકોની ઉપસ્થિતિમાં સંસારી જીવનનો ત્યાગ કરી જેના લીએ રિક્ષા અંગીકાર કરી હતી અને દીક્ષાનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્યારે દીક્ષા સમારોહ માટે મહેતા પરિવારની લાડલી જીનાલીને પાલખીમાં બેસાડી ઓશવાળ સેન્ટર ખાતે જૈન-જેનેતરો પહોચ્યા હતા.


રાજ્યમાં આગ લાગવાની 5 ઘટના: ઈન્ડિયન બેંકના ATMમાં આગથી ધુમાડાના ગોટેગોટા


જામનગરના આંગણે જૈન સમાજમાં અનેરો ધર્મોત્સવ ઉજવાયો હતો જેમાં મહેતા પરિવારની 23 વર્ષીય દીકરી જીનાલીએ આજે સયમના માર્ગે પ્રયાણ કર્યું છે. જિનાંસીતાશ્રીજી નામ સાથે જૈન ધર્મમાં દીક્ષા લેતા જૈન જૈનાંતરોની ઉપસ્થિતિમાં ગુરુ ભગવંતોએ દીક્ષાર્થીને શુભાશિષ પાઠવ્યા હતા.


જામનગરમાં મહેતા પરિવારની જીનાલીએ જૈન ધર્મમાં ગચ્છાધિપતિ કલ્પજયવિજયજી મહારાજ સાહેબ પાસેથી જીનાલીએ દીક્ષા લઈને સંસાર જીવન છોડી ભક્તિસુરી સમુદાયમાં શીલરત્ન મહારાજ સાહેબના શિષ્યા તરીકે જિનશિતા શ્રીજી તરીકે પ્રવેશ કર્યો છે. જિનાલીના દીક્ષા સમારોહને લઇને પરિવારમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.