બ્રિજેશ દોશી/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલીક્રિષ્નન દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થાવાથી રાજ્યમાં પાર્ટીઓ દ્વારા લગાવામાં આવેલા 99 હજાર જેટલા બેનરો દૂર કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાંથી કુલ 223થી વધુ આચાર સંહિતા ભંગની ફરિયાદો આવી કરવામાં આવી હતી. જેમાંથી 31 ફરિયાદોનો નિકાલ થઇ ગયો છે. દિવ્યાંગ લોકો ચૂંટણીમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. બ્રેઇલ લિપિ વાળી મતદાર સ્લીપ અને ગાઈડ પણ પણ આપાવમાં આવશે. મતદાન મથક સુધી પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે.


ઊંઝા વિઘાનસભા પેટા ચૂંટણીનો મામલો ગૂંચવાયો, ભાજપમાં આંતરિક વિખવાદ
 
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 25 માર્ચ સુધી નવા મતદારોની નોંધણી થઈ શકશે. કોઈ કાર્યકર કે એજન્ટ રૂપિયા 50 હજારથી વધુ રોકડ સાથે પકડાશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાત માંથી અત્યાર સુધીમાં રૂ.3.23 કરોડનો દારૂ પકડાયો છે. જે અંતર્ગત 8,489 કેસ કરીને 6,763 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.


 



રૂપિયા 1.40 કરોડની રોકડ ફ્લાઈંગ સ્ક્વોડએ પકડી પાડી છે. સુરતમાં 2 આંગડિયાના કેસ થયા છે. જ્યારે અમદાવાદમાં ગઈકાલે એક કેસ થયો છે. કુલ રૂ.95 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં રૂ.44 લાખ જ્યારે અમદાવાદમાં રૂ.50 લાખ જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસમા 2 લોકર પણ સિઝ કરવામાં આવ્યા છે.