કિરણસિંહ ગોહિલ/સુરત :સૌરાષ્ટ્રના અમરેલી સહિતના પંથકમાં દીપડાની દહેશત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ દીપડાની દહેશત ધીરે ધીરે વધી રહી છે. ત્યારે સુરત પાસેના માંડવીના અરેઠ વિસ્તારમાં ખુંખાર દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો (Leopard attack) કર્યો હતો. અરેઠથી અંતરોલી જવાના માર્ગ પર શેરડીના ખેતરમાં બાળક પર હુમલો કર્યો. પરંતુ લોકો મદદે દોડી આવતા દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો, પરંતુ બાળકને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં દીપડાની દહેશત વધી છે. સાંજ થતા જ ખેડૂતો અને મજૂરો ઘરની વાટ પકડી રહ્યાં છે.


BJPના ટોચના ફાયરબ્રાન્ડ નેતાઓ ગુજરાતમાં CAAના સમર્થનમાં પ્રચાર કરશે, લાંબુલચક છે લિસ્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી એક વાર સુરતના માંડવી વિસ્તારમાં ખૂંખાર દીપડાનો ભય વધ્યો છે. માંડવીના અરેઠ ગામની સીમમાં શેરડી કાપણી માટે મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં મજુરો ત્રણ ટુકડીમાં આવ્યા હતા. અરેઠ ગામે શેરડી કાપણી દરમ્યાન પડાવ નજીક લઘુશંકા કરી રહેલા સાત વરસના બાળક પર દીપડાએ હુમલો કરી બાળકને શેરડીના ખેતરમાં ખેંચી રહ્યો હતો ત્યારે અન્ય મજુરો જોઈ જતા દીપડો બાળકને મૂકી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ માંડવી વનવિભાગ ઘટના સ્થળે દોડી આવી પાંજરું મૂકી ખુંખાર દીપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


અમદાવાદની મિલ્ક બેંક નવજાત બાળકો માટે બની ‘સંજીવની બુટ્ટી’, 200 મહિલાઓએ આપ્યું પોતાનું ધાવણ


માંડવીના અરેઠ વિસ્તારમાં શેરડીના ઉભા ખેતરો આવેલા છે. ત્યારે હાલ સીઝન હોઈ શેરડી કાપવાની મોસમ ચાલી રહી છે. ત્યારે શેરડી કાપતા મજૂરોના પરિવારજનો ખેતરમાં નાની ઝૂંપડી બાંધીને રહે છે. આવામાં એક ખૂંખાર દીપડો ત્યાં આવી ચઢ્યો હતો. શેરડી કાપવા આવેલા એક મજૂરના દીકરાને દીપડાએ મોઢેથી પકડી લીધો હતો. પરંતુ દીપડો બાળકને ઉપાડીને ક્યાંક લઈ જાય એ પહેલાં અન્ય મજૂરો દોડી આવ્યા હતા, અને આમ, દીપડાએ બાળકનો છોડ્યો હતો. આમ, મજૂરોને કારણે બાળકનો જીવ બચ્યો હતો. પરંતુ ઈજાગ્રસ્ત થયેલા બાળકને લોહીલુહાણ હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


મંદીમાં પણ સુરત અને રાજકોટ સરકાર માટે દુઝણી ગાય સાબિત થયા, ઈકોનોમિકલ ગ્રોથમાં ટો-10 લિસ્ટમાં પહોંચ્યા 


આ ઘટના બાદ માંડવીના માજી બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ પ્રકાશ પટેલે ખુંખાર દીપડાને પકડવા પાંજરા મૂકવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, માંડવીમાં વારંવાર દીપડાના હુમલા થયા રહે છે અને તેમાં કેટલાક મોત પણ થયા છે. માંડવી વિસ્તારમાં 2011માં દીપડાના હુમલાથી 11 લોકોના મોત થયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે ફરી એકવાર દીપડાએ હુમલો કરતા આ વિસ્તારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાત પડતા આ વિસ્તારના લોકો ખેતર જતા પણ ડરી રહ્યા છે. દીપડાના હુમલા બાદ વનવિભાગે પણ સ્થાનિકોને સૂચના આપી છે. લોકોને માંસનુ સેવન ન કરવા સલાહ આપી છે, કારણ કે તેની ગંધથી દીપડા રહેણાંક પડાવ નજીક આવી જાય છે અને હુમલો કરે છે.


તાજેતરમાં માંડવીના વરેઠ પેટીયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી મૃત અવસ્થામાં દીપડો મળી આવ્યો હતો. ગામના સરપંચે વન વિભાગને જાણ કરતા રેન્જ ફોરેસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃત દીપડો 3 વરસનો હતો. આમ, આ વિસ્તારમાં વારંવાર દીપડા સ્પોટ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....