Surat News ચેતન પટેલ/સુરત : આમ તો દર ચાર વર્ષે દીપડાની ગણતરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે કોરોનાના કારણે દીપડાની સંખ્યાની ગણતરી કરી શકાઈ ન હતી. જે રીતે દીપડાઓના અકસ્માતોના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારબાદ સરકાર ફરી એક વખત ગંભીર બની છે. સરકાર દ્વારા ફરી એક વખત દીપડાની સંખ્યાની ગણતરી શરૂ કરી છે. સાત વરસ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ માટે કુલ 131 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં 310 થી વધુ વન વિભાગના કર્મચારીઓ દીપડાની અવરજવર પર નજર રાખી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2016 માં દીપડાની વસ્તી વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી, તે વખતે જિલ્લામાં કુલ દીપડાની સંખ્યા 40 જેટલી હતી. ગીરમાં જે રીતે એશિયાટિક લાયન વિશ્વ પ્રખ્યાત છે. તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં જંગલોમાં રહેનાર દીપડાઓ હંમેશાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. અવારનવાર ગામના લોકો સાથે તેમની ઘર્ષણની પણ સ્થિતિ સામે આવતી હોય છે. દર ચાર વર્ષે દીપડાની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોના કાળમાં વન વિભાગ દ્વારા આ ગણતરી થઈ શકી ન હતી અને બાદમાં જે રીતે અકસ્માત અથવા તો અન્ય રીતે દીપડાના મોતની ઘટનાઓ સામે આવી રહી હતી. ત્યારબાદ વન વિભાગ અને અને રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં સારો ખોરાક મળવાના કારણે જંગલ વિસ્તાર કરતા આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા સારી હોય છે.


ઈ-મેમો ભરવાનો બાકી હોય તો આજે જ ભરી દેજો, આ નવો નિયમ તમને ભારે પડી શકે છે


વર્ષ 2016 ની વાત કરવામાં આવે તો, સુરત જિલ્લામાં આજે 40 જેટલા દીપડા નોંધાયા હતા. આ વખતે પણ તેમની વસ્તી ગણતરી કરવા માટે વન વિભાગ દ્વારા કુલ 131 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં સતત 24 કલાક વન વિભાગના 310 જેટલા કર્મચારીઓ વોચ પણ રાખી રહ્યા છે. દીપડાની વસ્તી ગણતરી કરવા માટે બે પ્રકારે વન વિભાગના કર્મચારીઓ કામ કરતા હોય છે. પ્રથમ ડાયરેક્ટ અને બીજો ઇનડાયરેક્ટ એવીડેન્સ થકી દીપડાની ગણતરી કરવામાં આવી હોય છે. ડાયરેક્ટ એવિડન્સમાં દીપડા સમક્ષ નજર આવે છે અને રાત્રિ દરમિયાન કેમેરામાં તે કેદ જોવા મળે છે અને જો ઇનડાયરેક્ટ એવિડન્સની વાત કરવામાં આવે તો દીપડાના પગના નિશાન અને કરવામાં આવેલા શિકાર થકી તેમની ગણતરી થાય છે.


વોન્ટેડ સટ્ટાકિંગ જીતુ થરાદ કેવી રીતે પહોંચ્યો રાજભવન અને રાજ્યપાલ સાથે ભોજન લીધું?


વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત જે લોકલ એનજીઓ છે, તેઓ સાથે આ વસ્તી ગણતરીમાં ભાગ લે છે. સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ 131 જેટલા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં દીપડા ઉપર ખાસ નજર રાખવામાં આવતી હોય છે. આ 131 પોઇન્ટ અંગે વાત કરવામાં આવે તો આ તે વિસ્તાર છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં દીપડાનો રેસક્યુ કરવામાં આવ્યું હોય અથવા તો દીપડાએ ત્યાં શિકાર કર્યું હોય. આ ઉપરાંત જે જગ્યાએ પાણી ઉપલબ્ધ હોય ત્યાં પણ આ પોઇન્ટ હોય છે. કારણ કે ત્યાં દીપડા વધારે જોવા મળે છે. દીપડાની વસ્તી ગણતરી માટે કુલ 310 જેટલા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી 97 જેટલા લોકો એનજીઓ સાથે જોડાયેલા છે. આ સાથે અમે 25 જેટલા કેમેરા લગાવ્યા છે જે અત્યાર સુધી છે અને પિક્ચર કલર પણ આવે છે તેવું સામાજિક વનીકરણ વિભાગના આરએફએસ સચીન ગુપ્તાએ જણાવ્યું. 


70 વર્ષના વેવાઈ અને 67 વર્ષની વેવાણ પ્રેમમાં પડ્યા, દીકરાએ મમ્મીની વોટ્સએપ ચેટ વાંચી