જમીલ પઠાણ/છોટાઉદેપુર: જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંકથી સામે આવ્યો છે. રાઠ વિસ્તારના મોટી સઢલી ગામે દીપડાએ બે મહિલા સહિત ત્રણ ઉપર જીવલેણ હુમળો કર્યા બાદ રેસ્ક્યુ કરતા વન અધિકારી ઉપર પણ દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણી દીપડાના માનવો ઉપર જીવલેણ હુમલાની ઘટનાઓ નવી નથી. પરંતુ આ વખતે છોટાઉદેપુર તાલુકાના સરહદી એવા મોટી સઢલી ગામમાં પ્રથમ વાર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. વહેલી સવારે મોટી સઢલી ગામે બકરા નું મારણ કરવાની સાથે દીપડાએ બે મહિલાઓ કોહલીબેન અને લાશલીબેન રાઠવા તેમજ યુવાન સુનિલ રાઠવા ઉપર પંજો મારી તીક્ષ્ણ દાંત ગળાના ભાગે ઘોંપી દેવાની કોશિશ કરી પરંતુ સદનસીબે ત્રણેના જીવ બચી ગયા જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય ગ્રામજનોને ૧૧૨ દ્વારા છોટાઉદેપુરનાં સરકારી દવાખાને લાવવામાં આવ્યા છે.


રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈના નામે હજારો રૂપિયાની ઠગાઇ, ત્રણની ધરપકડ


હુમલા બાદ દીપડો ગામમાંજ કોઈ ઘરમાં સંતાઈ જતા ગામ લોકોમાં નાસભાગ મચી હતી. ગામ આખામાં લોકો ભયના માર્યા ધાબા ઉપર ચડી ગયા હતા. તો ઘટનાની જાણ થતા દીપડાને પકડવા વન વિભાગના અધિકારીઓ સહિત પોલીસ અને એસ.આર.પી.નો કાફલો મોટી સાઢલી ગામે પહોંચ્યા બાદ દીપડાનું રેસ્ક્યુ કરી રહેલા વન વિભાગના નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા અને અન્ય એક ફોરેસ્ટર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.


પાણી માટે વલખા: 15 હજારની વસ્તીવાળા આ ગામમાં 25 દિવસથી નથી મળતું પાણી


જુઓ LIVE TV:



સદનસીબે બન્ને અધિકારીઓએ સુરક્ષા કવચ પહેરી રાખ્યા હતા જેથી બંનેના જીવ બચી ગયા પરંતુ તેઓને સામાન્ય ઈજા થવા પામી છે. દીપડાના આતંકના પગલે સમગ્ર ગામમાં લોકો ભયનો માહોલ ફેલાયો છે. સવારથી ગ્રામજનોએ પોતાના ઘર છોડી ધાબા ઉપર રહેવા મજબૂર બન્યા છે. હવે જ્યાં સુધી દીપડો પાંજરે પુરાય નહિ ત્યાં સુધી ગ્રામજનોના જીવ પડીકે બંધાયા છે. તો ગ્રામજનો ની સલામતી ને ધ્યાન માં રાખી વન વિભાગ દ્વારા રાત્રી દરમિયાન દીપડાનું  રેસ્ક્યુ કરવામાં આવશે.