રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈના નામે હજારો રૂપિયાની ઠગાઇ, ત્રણની ધરપકડ

જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઇ અને સગા હોવાના નામે જામનગર શહેરમાં એક વેપારી પાસેથી રૂપિયા 21 હજારનું ગૌચર માટે ખોટી રીતે ઉઘારણું કરી વેપારીને ઠગાઇ કર્યા બાદ વેપારી જ્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એટલે કે હકુભા જાડેજાને મળ્યા અને અમુદાન વિશેની વાત કરી ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈના નામે હજારો રૂપિયાની ઠગાઇ, ત્રણની ધરપકડ

મુસ્તાક દલ/જામનગર: જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઇ અને સગા હોવાના નામે જામનગર શહેરમાં એક વેપારી પાસેથી રૂપિયા 21 હજારનું ગૌચર માટે ખોટી રીતે ઉઘારણું કરી વેપારીને ઠગાઇ કર્યા બાદ વેપારી જ્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એટલે કે હકુભા જાડેજાને મળ્યા અને અમુદાન વિશેની વાત કરી ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જયારે પોલીસ દ્વારા રાજ્યમંત્રીના ભાઇ અને પરિવારજનોના નામે ઠગાઇ કરતા તેમજ જામનગર શહેરનાં ગોકુલનગર વિસ્તારમાં રહેતાં ત્રણેય ઠગબાજોને આજે ઝડપી લીધા બાદ સઘન રીતે વધુ પુછપરછ હાથ ધરવામા આવી રહી છે.

સમગ્ર ચોંકવનારી ઘટના અંગે વાત કરવામાં આવે તો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા (૧) પ્રદીપ શાંતીલાલ આરંભડીયા (૨) વિજય હમીરભાઈ મુછડીયા (૩) મુકેશ કાનજીભાઈ આરંભડીયા, આ ત્રણેય ઠગબાઝો જામનગરના મેહુલનગરમાં રહેતા અને હાલાર હાઉસ પાછળ વ્યવસાય કરતા વેપારી કિરિટભાઇ સીતાપરા પાસે પહોંચ્યા તેમજ કિરીટ ભાઈને જણાવ્યું કે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઇ છે અને ગૌચર માટે ફાળો જોઈએ છે. જેથી વેપારી દ્વારા હકુભાના પરિવારજનોના નામે તેમને રૂ. 21 હજારનું રોકડ અનુદાન આપવામાં આવ્યું અને ત્રણેય ઠગબાજો આ રોકડ રકમ લઇ ત્યાંથી રફુચકર થયા હતા.

અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે તો સ્વાગત છે, સાથે કામ કરીશું: જુગજી ઠાકોર

રાજ્ય મંત્રીના ભાઇના નામે ઠગાઇનો ભોગ બનનાર વેપારી જયારે મંત્રી હકુભાને મળ્યા ત્યારે તેમણે જાણ કરી કે તમારા ભાઈ અને પરિવારજનો આવ્યા હતા. તેમને રૂપિયા એકવીસ હજારનું અનુદાન આપ્યું છે અને આ સમયે સમગ્ર ઠગાઇનો ભાંડા ફોડ થયો. તેમજ પોલીસ દ્વારા તાબડતોબ આ ત્રણેય ઠગબાજો ને સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી આજે ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ કેટલા લોકો આ રીતની ઠગાઈનો ભોગ બન્યાં છે તેની પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જોકે આ પ્રકારની ગંભીર અને ચોંકવનારી ઘટના સામે આવતા જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ જામનગરની તેમજ ગુજરાતની જનતાને એક અપીલ કરી છે કે, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નામે કે તેમના ભાઈના નામે કે પરિવારજનના નામે કોઇ પણ શખ્સ રોકડ રકમ કે કોઈ અનુદાન માંગવા આવે તો તેમને આપવું નહીં અને આવી ગંભીર ઘટનાઓને લઈને રાજ્ય મંત્રીનો સંપર્ક સાધી શકે છે. અથવા તો તેમના કાર્યાલયનો પણ સંપર્ક સાધી જાણ કરે રાજ્ય મંત્રીની ઓફિસ કે તેમના કોઈ પણ લોકો દ્વારા આ પ્રકારનો ક્યારેય ફાળો ઉઘરાવવામાં આવતો નથી તેવી સ્પષ્ટતા પણ રાજ્ય મંત્રીએ કરી હતી અને ભવિષ્યમાં પણ જો આવા કોઈ લોકો આવા ખોટા ઉઘરાણા કરવા આવે તો તેમની ઓફિસનો સંપર્ક સાધવો અથવા પોલીસને જાણ કરીને આવા લોકોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news