ઝી મીડિયા/બ્યૂરો :આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે.  બમ બમ ભોલેના નાદથી ગુજરાતભરના શિવાલયો ગુંજી ઉઠ્યાં છે. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો કોરોના કાળમાં પણ ભગવાન શિવનાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરીને ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. જો કે વૃદ્ધો અને બાળકોને ઘરની બહાર નહીં નીકળવાનું હોવાથી ઝી 24 કલાક આપને ઘરે બેઠાં જ તમામ મંદિરોનાં દર્શન  કરાવી રહ્યું છે. સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, અમરનાથ મહાદેવ, પશુપતિનાથ મહાદેવનાં દર્શન અમે આપને ઘરે બેઠાં કરાવી રહ્યા છીએ. આજે શ્રાવણ મહિના (Shravan month) નો ત્રીજો સોમવાર છે એટલે જે શિવભક્તો રોજ ઉપવાસ નથી રાખતા, તે પણ આજે અચૂક ઉપવાસ કરશે. આ ધાર્મિક મહિનામાં સોળ સોમવારનું વ્રત પણ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો


તો બીજી તરફ, શ્રાવણ મહિનાના સોમવારે સોમનાથ (somnath temple) માં ભક્તોની પાંખી હાજરી જોવા મળી છે. સવારથી જ કોરોના કાળમાં ભક્તો દર્શન કરવા આવી નથી રહ્યાં. શ્રાવણ મહિનામાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે હજારો ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરે છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે શ્રાવણ મહિનામાં પણ ભક્તો આવી નથી રહ્યાં. 


આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારની સાથે સાથે છઠનો તહેવાર પણ છે. દ્વારકાધીશ મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યા મુજબ, આ વખતે 2 રાંધણ છઠ્ઠ ઉજવાશે. આજે અને આવતી કાલે પણ રાંધણ છઠ્ઠ ઉજવાશે. જન્માષ્ટમી (janmastami 2020) નું પર્વ ક્યારે ઉજવવું તે મુદ્દે એક વધારાની તિથિનો મતભેદ હતો તે ઉકેલી લેવામાં આવ્યો છે. મંદિરના મુખ્ય પૂજારીના જણાવ્યા મુજબ, આજે અને આવતી કાલે રાંધણ છઠ્ઠનો દિવસ ગણાશે. 11 ઑગસ્ટ મંગળવારે શીતળા સાતમ ઉજવાશે. 12 ઑગસ્ટ બુધવારે જન્માષ્ટમી ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણ 12 ઑગસ્ટે રાત્રે 12 વાગ્યે જન્મ લેશે. દ્વારકામાં બુધવારે કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે અને 13 તારીખે ભગવાનને પારણે ઝૂલાવાશે. તો આ વખતે જન્માષ્ટમીના પર્વમાં એક વધારાની તિથિની ગૂંચ ઉકેલી લેવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર