Panther in Gujarat: ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી વરુના આતંકના અનેક સમાચાર તમે સાંભળ્યા હશે. વરૂએ યુપીમાં અનેક લોકોનો ભોગ લીધો છે. વરુ પાંજરે ન પુરાતા લોકોમાં ડરનો માહોલ છે...ત્યાં હવે ગુજરાતમાં પણ ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં આ ચાર પગના આંટાફેરાથી લોકોમાં ગભરાટ છે. ત્યારે કયા ચાર પગવાળા પ્રાણીથી ગુજરાતમાં છે દહેશતનો માહોલ?


  • ઉત્તર પ્રદેશમાં વરુ પછી ગુજરાતમાં શું આવ્યું?

  • કયા ચાર પગવાળા પ્રાણીથી ફેલાયો છે ડર?

  • કયા જિલ્લાના લોકો રહેવું પડશે સાવધાન?

  • કેવી રીતે આતંક મચાવે છે આ જંગલી પ્રાણી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના લોકો સાવધાન અને સાવચેત રહેજો. જંગલી પ્રાણી હવે જંગલ છોડી ગામમાં ઘૂસી ગયા છે. ગામમાં જે મળે તેનો શિકાર કરી રહ્યા છે. પશુધનને બનાવે છે સૌથી પહેલો ટાર્ગેટ...અને આ આતંક કંઈ એક બે સ્થળે નહીં પણ ગુજરાતના અનેક જિલ્લામાં જોવા મળી રહ્યો છે. દીપડાની દહેશત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા મળી રહી છે. જંગલી દિપડાઓએ પોતાનો વિસ્તાર મોટો કરી દીધો છે અને પોતાની સરહદો વધારી દીધી છે.


ગુજરાતના અલગ અલગ જિલ્લાને પોતાની સરહદમાં સમાવી લેનારા આ દિપડા હવે ગુજરાતના લગભગ તમામ ઝોનમાં ઘૂસી ગયા છે. કયા કયા જિલ્લામાં દીપડાઓનો આતંક છે તેની વાત કરીએ તો, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દીપડાએ દર્શન આપી દીધા છે...જેના કારણે અહીંના લોકોમાં ગભરાટનો માહોલ છવાયો છે. 


કેટલાક જિલ્લામાં તો દિપડાના હુમલાને કારણે નાગરિકોના પણ મોત થયા છે. ડરનું કારણ બનેલા આ દીપડાઓ વિશે પણ તમે જાણી લો...તો દીપડા બે પ્રકારના હોય છે, નાના દીપડાની લંબાઈ દોઢ મીટરથી 2 મીટર હોય છે, મોટા દીપડાની લંબાઈ 2થી 3 મીટર હોય છે, વજન 90થી 100 કિલોગ્રામ હોય છે, દીપડાનું આયુષ સામાન્ય રીતે 23થી 26 વર્ષનું હોય છે, દીપડામાં નૈસર્ગિક ક્રૂરતા અનેકગણી અધિક હોય છે, દીપડો માત્ર આનંદ ખાતર 20થી 25 ઘેટાં-બકરાં સામટાં મારી નાખે છે, દીપડો માનવભક્ષી બની જાય તો હાહાકાર મચાવે છે, દીપડો જંગલમાં કેડીઓનાં ઝાડ પર છુપાઈને બેઠેલો હોય છે, દીપડો શિકાર પર પાછળથી હુમલો કરતો નથી, બેધ્યાનપણે ચાલ્યા જતા શિકારને સહેલાઈથી મારી નાંખે છે.


ક્યાં ક્યાં દેખાયો દીપડો?


  • સુરત, વલસાડ, નવસારી, ડાંગ

  • તાપી, નર્મદા, ભરૂચ, પંચમહાલ

  • સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી

  • રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી


દીપડાથી ડર કેમ?


  • દીપડા બે પ્રકારના હોય છે

  • નાના દીપડાની લંબાઈ દોઢ મીટરથી 2 મીટર 

  • મોટા દીપડાની લંબાઈ 2થી 3 મીટર 

  • વજન 90થી 100 કિલોગ્રામ હોય છે

  • આયુષ સામાન્ય રીતે 23થી 26 વર્ષ

  • નૈસર્ગિક ક્રૂરતા અનેકગણી અધિક 

  • આનંદ ખાતર 20થી 25 ઘેટાં-બકરાં સામટાં મારી નાખે છે

  • માનવભક્ષી બની જાય તો હાહાકાર મચાવે છે

  • જંગલમાં કેડીઓનાં ઝાડ પર છુપાઈને બેઠેલો હોય છે

  • દીપડો શિકાર પર પાછળથી હુમલો કરતો નથી

  • બેધ્યાનપણે ચાલ્યા જતા શિકારને સહેલાઈથી મારી નાંખે છે


દીપડો જંગલી પ્રાણી છે, તેની ઝડપ અને ચતુરાઈ અન્ય જંગલી પ્રાણીઓ કરતાં ઘણી વધારે હોય છે. ગુજરાતમાં ઘૂસેલા દીપડાથી બચવા માટે લોકો આટલું ખાસ કરવું જોઈએ. માંસાહારનો વધેલો ખોરાક ઘરની બહાર ન નાંખવો, ઘરમાં સંડાસ બાથરૂમની વ્યવસ્થા રાખવી, ખેતરમાં ખુલ્લામાં ન સુવું, માંચડા પર સુતી વખતે સીડી કે ટેકો હટાવી લેવો, દીપડો દેખાય તો તરત જ નજીકના વન અધિકારીને જાણ કરો, ઘરની આસપાસ ઝાડી ઝાંખરા દૂર કરીને રાખો, પશુધનને ખુલ્લા ના છોડો, બાળકોને રમવા માટે એકલા ન મુકો, બાળકોને પોતાની દેખરેખ હેઠળ જ રમાડો અને જંગલ વિસ્તારમાં એકલા જવાને બદલે સમૂહમાં જ પ્રવાસ કરો.


દીપડાથી બચવાં શું કરવું?


  • માંસાહારનો વધેલો ખોરાક ઘરની બહાર ન નાંખવો

  • ઘરમાં સંડાસ બાથરૂમની વ્યવસ્થા રાખવી

  • ખેતરમાં ખુલ્લામાં ન સુવું

  • માંચડા પર સુતી વખતે સીડી કે ટેકો હટાવી લેવો

  • દીપડો દેખાય તો તરત જ નજીકના વન અધિકારીને જાણ કરો

  • ઘરની આસપાસ ઝાડી ઝાંખરા દૂર કરીને રાખો

  • પશુધનને ખુલ્લા ના છોડો

  • બાળકોને રમવા માટે એકલા ન મુકો

  • બાળકોને પોતાની દેખરેખ હેઠળ જ રમાડો 

  • જંગલ વિસ્તારમાં એકલા જવાને બદલે સમૂહમાં જ પ્રવાસ કરો


દીપડા માનવ વસાવતમાં ઘૂસ્યા તેનું સૌથી મોટું કારણ જંગલનો વ્યાપ ઘટવો પણ છે. કારણ કે મનુષ્યએ પોતાના વિકાસ માટે જંગલનો નિકંદન કાઢી નાંખ્યું છે. વૃક્ષોના જંગલની જગ્યાએ ક્રોક્રિટના જંગલો ઉભા કરી દીધા છે. તેના જ કારણે દીપડા હવે રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. વન વિભાગે આવા દીપડાને જલદી ઝડપી પાંજરે પુરવા જોઈએ.