માસ્ક પહેરવાથી કંટાળેલા લોકો માટે ખુશખબર, આ ખાસ લોકોને સરકાર દ્વારા માસ્ક પહેરવામાંથી અપાઇ છુટ્ટી
કોરોના મહામારીથી બચવા માટે સરકાર દ્વારા વિવિધ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવતી રહે છે. તેના જ અનુસંધાને બહાર નિકળતા દરેક વ્યક્તિને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું હતું. માસ્ક નહી પહેરનાર વિરુદ્ધ સરકાર દ્વારા કડકમાં કડક પગલા પણ લેવામાં આવી રહ્યા હતા. માસ્ક નહી પહેરનાર પાસેથી 200 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જો કે હવે સરકારે આ નિયમમાં કેટલીક છુટછાટ આપી છે. જે અંતર્ગત ગાડીમાં જો એક જ વ્યક્તિ હોય તો તે માસ્ક પહેરવામાં છુટછાટ આપી છે.
ગાંધીનગર : કોરોના મહામારીથી બચવા માટે સરકાર દ્વારા વિવિધ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવતી રહે છે. તેના જ અનુસંધાને બહાર નિકળતા દરેક વ્યક્તિને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું હતું. માસ્ક નહી પહેરનાર વિરુદ્ધ સરકાર દ્વારા કડકમાં કડક પગલા પણ લેવામાં આવી રહ્યા હતા. માસ્ક નહી પહેરનાર પાસેથી 200 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જો કે હવે સરકારે આ નિયમમાં કેટલીક છુટછાટ આપી છે. જે અંતર્ગત ગાડીમાં જો એક જ વ્યક્તિ હોય તો તે માસ્ક પહેરવામાં છુટછાટ આપી છે.
અમદાવાદ: મિત્રતા કેળવીને પછી તોસીફ નામના લંપટે 17 વર્ષની તરૂણીને પીંખી નાખી
ગાડીમાં જો એક જ વ્યક્તિ જઇ રહ્યો હોય તો તેને માસ્ક પહેરવામાંથી છુટ આપવામાં આવી છે. પરંતુ જો ગાડીમાં 2 વ્યક્તિ હોય તો બંન્નેએ માસ્ક ફરજીયાત પહેરવા પડશે. દ્વિચક્રી વાહનમાં માસ્ક અંગે કોઇ જ છુટછાટ આપવામાં આવી નથી. જો કે આ ઉપરાંત આ પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઇ સ્થળ પર તે ગાડી ઉભી રાખીને કોઇ અન્ય વ્યક્તિ સાથે વાત કરી ત્યારે તેણે માસ્ક પહેરી લેવો પડશે. જો કોઇ અધિકારી દ્વારા ગાડી રોકવામાં આવે અને પુછપરછ કરે ત્યારે ગાડીના ડ્રાઇવરે માસ્ક પહેરી લેવો ફરજીયાત છે.
પરિક્ષા અંગે GTU દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે મેરીટ બેઝ પ્રમોશન
જો કે આ પરિપત્રમાં કેટલીક ટેક્નીકલ ખામી પણ જોવા મળી હતી. આ પરિપત્રમાં ગાડીનો કાચ ખુલ્લો હોય તેવી સ્થિતીમાં માસ્ક પહેરી રાખવો કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. જો નોન એસી ગાડી હોય અને ડ્રાઇવર એકલો જ ચલાવી રહ્યો હોય તો તેણે માસ્ક પહેરી રાખવો કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. જો નોન એસી ગાડીમાં ડ્રાઇવરને માસ્ક પહેરવામાંથી છુટ આપવામાં આવે તો બાઇકમાં પણ છુટ આપવી જોઇએ. કારણ કે નોનએસી ગાડીમાં કાચ ખુલ્યો હોય કે બાઇક પર જઇ રહ્યા હોય ત્યારે સ્થિતી એક જ સમાન હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube