કચ્છના આકાશમાં સતત પોણા કલાક સુધી ચમકતો પ્રકાશ દેખાયો, લોકોની કાનાફૂસી શરૂ થઈ
કચ્છના આકાશમાં મોડી રાત્રે રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. રાપરના ખડીર, ભચાઉના ચોબારીથી લઈને રણકાંધાના બન્ની-પચ્છમ અને ભુજની આહીર પટ્ટીનાં ગામોમાં રાત્રે પોણા કલાક સુધી પ્રકાશ ચમકતો દેખાતા લોકો પણ આશ્ચર્ય પામ્યા હતા.
કચ્છ :કચ્છ (Kutch) ના આકાશમાં મોડી રાત્રે રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. રાપરના ખડીર, ભચાઉના ચોબારીથી લઈને રણકાંધાના બન્ની-પચ્છમ અને ભુજની આહીર પટ્ટીનાં ગામોમાં રાત્રે પોણા કલાક સુધી પ્રકાશ ચમકતો દેખાતા લોકો પણ આશ્ચર્ય પામ્યા હતા. લોકો સમજી ન શક્યા કે આ શું હતું. લોકો દ્વારા વિવિધ અંદાજ બાંધવામાં આવ્યા હતા. તેમ છતા હજી આ પ્રકાશનું ખરુ કારણ જાણી શકાયું નથી.
સુરતમાં આવેલા હિમેશ રેશમિયાએ રાનુ મંડલ મામલે આપ્યું ‘આવું’ નિવેદન
કચ્છના સરહદી વિસ્તારના આકાશમાં રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કૂતુહલ સર્જાયું છે. રાપરના ખડીર, ભચાઉના ચોબારીથી લઈ રણકાંધીના બન્ની-પચ્છમ વિસ્તાર અને ભુજની આહીરપટ્ટીના ધરમપુર, અટલનગર, ચપરેડી સહિતનાં ગામોમાં આ પ્રકાશપુંજ દેખાયો. આકાશમાંથી કોઈ શક્તિશાળી ટોર્ચથી પ્રકાશનો શેરડો ફેંકતું હોય તેવો તેજસ્વી પદાર્થ લગભગ અડધો-પોણો કલાક સુધી સતત દેખાયો. અગ્નિ ખૂણામાં રાત્રે આ અજાણ્યો ઝળહળતો પ્રકાશપુંજ દેખાતાં લોકોને તે અંગે જાણવાની તાલાવેલી જાગી. જેણે પણ આ પ્રકાશપુંજને જોયો તેના પછી ફોનથી અરસપરસ જાણ કરી અને આ અંગે પૂછપરછ કરી. આ અંગે વહીવટી તંત્ર ઉપરાંત ડીઆઈજીને પણ જાણ કરવામાં આવી. શું પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલી આ કોઈ જાસૂસી વસ્તુ હતી કે પછી આકાશમાંથી ઉતરી આવેલો પ્રકાશપુંજ? અનેક સવાલ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube