આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Heavy Rainfall Warning : વરસાદ સૌરાષ્ટ્રવાસીઓનું પાંચમુ નોરતુ બગાડી શકે છે... અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને પોરબંદરમાં વરસાદી ઝાપટાની શક્યતા
Navratri 2024 : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે કે નહિ તે સમજી શકાતુ નથી. કારણ કે, વરસાદની આવજા ચાલુ જ છે. ઓક્ટોબરની શરૂઆતથી સૂકુ વાતાવરણ રહ્યું હતું. પરંતુ હવે ફરી ભીંજી જવાની આગાહી આવી છે. હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
આજે ક્યાં ક્યાં વરસાદ આવશે
આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે. આજના નોરતે કેટલાક લોકોને ભીંજાવવું પડશે. હવામાન વિભાગે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને પોરબંદરમાં બપોર સુધીમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
જો આ વિસ્તારોમાં આજે વરસાદ આવશે તો ખેલૈયાઓની નવરાત્રિ બગડશે. વરસાદ આવશે તો ખેલૈયાઓને કાદવ કીચડમાં ગરબા રમવા પડશે.
7 થી 9 ઓક્ટોબર સુધી છે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની
આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ સાતથી નવ તારીખ સુધીમાં થઇ શકે. તો અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે.
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા