સમીર બલોચ/તેજસ દવે/બ્યૂરો :ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે હવે ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં હાલ ચોમેર વરસાદ છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, અરવલ્લી સર્વત્ર વરસાદી માહોલ છે. તો અંબાજી પંથકમાં 3 ઈંચ વરસાદ ખાબકી પડ્યો છે. જેથી બજારમાં પાણીના ભારે વહેણમા વાહનો પણ તણાયા હતા. આવામાં ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવોમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મહેસાણામાં બે કામદારોના મોત નિપજ્યા છે. તો અરવલ્લીમાં અલગ અલગ સ્થળે બે લોકોના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ભડક્યા અમદાવાદીઓ, કહ્યું-માફી માંગે રાઉત... 


મહેસાણામાં વીજળી પડવાથી 2 કામદારોના મોત 
મહેસાણાના પઢારિયા ગામે વીજળી પડતાં 2 કામદારોના મોત થવાની ઘટના સામે આવી છે. તો આ ઘટનામાં 3 કામદારોને ગંભીર ઇજા પણ પહોંચી છે. મહેસાણાના પઢારિયા ગામે ગૌચરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષ કાપવાની કોન્ટ્રાકટર થકી કામગીરી ચાલી રહી હતી. જ્યાં વરસાદ શરૂ થતા કામદારોએ ટ્રેકટરની ટ્રોલી નીચે આશરો લીધો હતો. દરમ્યાન ટ્રોલી ઉપર અચાનક વીજળી પડતાં પાંચેક મજૂરો વીજળીથી ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં મૂળ દાભલા ગામના બે કામદારોના મોત થયા હતાં. તો અન્ય ત્રણ કામદારોની સારવાર લાયન્સ હોસ્પિટલ મહેસાણામાં ચાલુ છે. આ ઘટનામાં 23 વર્ષીય રમણજી દિવનજી ઠાકોર અને 25 વર્ષીય દિલીપજી ઠાકોરનું મોત થયું હતું. તો જગાજી લક્ષમજી ઠાકોર (36 વર્ષ), અશોકજી નવગણજી ઠાકોર (25 વર્ષ) અને પરબતજી ઉદયજી ઠાકોર (23 વર્ષ)ને ગંભીર ઈજાઓ થતા તેમની સારવાર ચાલુ છે. 


આ પણ વાંચો : ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી


અરવલ્લીમાં બે લોકોના મોત
મોડાસાના નાંદીસણ ગામે વીજળી પડવાથી યુવકનું મોત નિપજ્યું છે. 25 વર્ષીય યુવક ખેતરમાં કરી રહ્યો હતો. ત્યારે તેના પર વીજળી પડી હતી. તો જિલ્લાના ભિલોડાના માંકરોડાના 48 વર્ષીય પુરુષનું ખેતરથી ઘરે આવતા તેમના પર વીજળી પડી હતી. જેમનુ મોત નિપજ્યુ છે. આમ, સમગ્ર અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાથી કુલ બે લોકોના મોત નિપજ્યા છે. તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ આજે તૂટી પડ્યો હતો.


આ પણ વાંચો : ‘સંજય રાઉત માફી માંગે, નહિ તો અમદવાદમાં તેમનું મોઢું કાળું કરીશું....’


અરવલ્લીમાં વૃક્ષની નીચે ચાર દબાયા  
મોડાસાના રાજલી પાસે ઝાડ નીચે ચાર લોકો દબાયા હતા. રાજલી તરફથી આવતા બાઇકસવારો પર ઝાડ પડ્યું હતું. વીજળી પડતા ઝાડ તૂટી પડ્યું હતું. જેની નીચે બે બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાંથી એક ગંભીર હોવાનું સામે આવ્યું છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.