ગુજરાતનાં ત્રીજા સૌથી મોટા ડેમમાં ગાબડુ તુટવાની શક્યતા? જુઓ તંત્રએ આ અંગે શું આપ્યો જવાબ
જિલ્લા ના કડાણા ડેમની આગળની પાયાની જગ્યાએ ચોમાસાની શરૂઆતમાં મોટો ખાડો પડ્યો હતો. જો કે અન્ય કોઈ પરિસ્થિતિના સર્જાય તેને લઇને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાત કરોડનો કોન્ટ્રાકટ આપી તાબડતોબ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ હાલમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમ ભયજનક સપાટી સુધી ભરાઈ ગયો હતો. જેથી તંત્ર દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જેમાં સાત કરોડની કરવામાં આવી કામગીરીમાં વાપરવા આવેલી લોખંડની જાણી મહીસાગર નદીમાં પાણીમાં વહીને 40 કિલોમીટર સુધી દૂર પહોંચી હતી. જેથી ડેમની સુરક્ષાને લઇને કરવામાં આવેલી કામગીરી પર અનેક સવાલો સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છતી થતી હોવાનું સ્થાનિક લોકો હાલતો જણાવી રહ્યા છે.
મહીસાગર: જિલ્લા ના કડાણા ડેમની આગળની પાયાની જગ્યાએ ચોમાસાની શરૂઆતમાં મોટો ખાડો પડ્યો હતો. જો કે અન્ય કોઈ પરિસ્થિતિના સર્જાય તેને લઇને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સાત કરોડનો કોન્ટ્રાકટ આપી તાબડતોબ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ હાલમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમ ભયજનક સપાટી સુધી ભરાઈ ગયો હતો. જેથી તંત્ર દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જેમાં સાત કરોડની કરવામાં આવી કામગીરીમાં વાપરવા આવેલી લોખંડની જાણી મહીસાગર નદીમાં પાણીમાં વહીને 40 કિલોમીટર સુધી દૂર પહોંચી હતી. જેથી ડેમની સુરક્ષાને લઇને કરવામાં આવેલી કામગીરી પર અનેક સવાલો સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છતી થતી હોવાનું સ્થાનિક લોકો હાલતો જણાવી રહ્યા છે.
કોંગ્રેસનો સવાલ, સુશાંતના મિત્ર સંદીપસિંહને ખાસ મદદ અંગે ભાજપ કેમ મૌન છે?
મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ એટલે રાજ્યનો ત્રીજા નંબરનો ડેમ જે મહીસાગર જિલ્લાની સાથે સાથે અન્ય 9 જિલ્લાઓને પણ પાણી પૂરું પાડે છે. (1)મહીસાગર, (2)અરવલ્લી, (3)સાબરકાંઠા,(4)ગાંધીનગર,(5)મહેસાણા,(6)પાટણ,(7)બનાસકાંઠા (8) અમદાવાદ (9) મહીસાગર જિલ્લાની 2 લાખ ઉપરાંત હેક્ટર જમીનમાં પિયત માટે પાણી આપે છે. તો અન્ય જિલ્લાઓમાં 11 લાખ હેક્ટર ઉપરાંત જમીનને પાણી પિયત માટે પૂરું પાડે છે, તો સાથે સાથે 8 જિલ્લાઓમાં સુજલામ સુફલામના માધ્યમથી જળ સ્તર વધારવા માટે પણ ઉપયોગી છે, આવા મહત્વના ડેમ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ ડેમ માઠી ગઈ સાલ એક સાથે 10 લાખ કુસેકથી વધુ પાણી એક સાથે છોડવાની ફરજ પડેલી અને એક વાર નહીં પણ લગભગ 7 થી વધુ વખત પાણી છોડવામાં આવેલું હતું. જેના કારણે પાયામાં મોટા પ્રમાણમા નુકશાન થયું હતું. જેને સરકારી બાબુઓએ નાનો ખાડો પડ્યો તેમ ગણાવ્યું હતું. આ નાનકડા ખાડા ના સમારકામ માટે અંદાજે 3 કરોડનું એસટીમેંટ મૂકવામાં આવ્યું. જેની વહીવટી મંજૂરી મળી અને કામગીરી 6 ઠ્ઠ માહિનાના અંતે શરૂ કરવામાં આવી હતી. ખરેખર જે કામ ઉનાળો શરૂ હોય જ્યારે જળ સ્તર નીચું હોય ત્યારે કરવાનું હોય છે પરંતુ વરસાદની સીઝનમાં કામ શરૂ કરવવામાં આવ્યું. આ વર્ષે શરૂ કરાયેલા કામમાં હજી અધિકારીઓએ જણાવ્યા મુજબ હજી 20 ટકા કામ બાકી છે. ડેમ ભરાઈ જતાં ફરી આ વર્ષે પણ 5 લાખની માત્રમાં પાણી છોડવામાં આવ્યું. જેમાં સમારકામમાં વાપરવામાં આવેલી જાલીઓ હાડોડ તેમજ તાંતરોલી પુલ પર જોવા મળી તો આ બાંધકામ ધોવાયુ નહીં હોય તેની કોઈ ખાતરી નથી જોઈએ.
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4ના મોત
મહીસાગર જિલ્લાનો કડાણા ડેમના આંગણ પાયામાં એટલો મોટો ખાડો થયો કે જેમાં અધિકારીઓએ ના જણાવ્યા પ્રમાણે 70000 ઘન મીટરથી વધુ મોટા રબર ( મોટી કપચી ) તેમજ ગ્રેવલ વાપરવામાં આવી તો આ ખાડો કેટલો મોટો હશે. વાત મળ્યા મુજબ મહીસાગર નદીનો મુખ્ય પ્રવાહ ડેમના નીચેથી શરૂ થઈ ગયો હતો કેમ કે પાણી કાઢવા માટે મોટા હેવી પમ્પ લગાવવામાં આવ્યા હતા. છતાં પાણી ખાલી થવાનું નામ જ લેતું ના હતું એટ્લે અધિકારીઓ એ પાણી કાઢવાની જગ્યાએ હવે એ ખાડાને પૂર્વનું નકી કર્યું અને 3 કરોડ નું ટેન્ડર કરી નાખ્યું અને કોન્ટ્રાકટર ને કામગીરી શોપી દેવામાં આવી. જેમાં 3500 થી વધુ ડમ્પર વપરાયા અને નદીના પટમાં થી જે ગ્રેવલ નાખી તે બીજા 4000 થી પણ વધુ ડમ્પર વાપ્રવામાં આવ્યા તેમ છતાં આ ખાડો પુરવાનું કામ પૂર્ણ થયું નહોતું અને એવામાં ફરી પાણી છોડવામાં જેના કારણે મજબૂતી માટે વાપરવામાં આવેલી હેવી જાળીઓ પાણીમાં તણતી જોવા મળી તો અહિયાં સ્વાલ એ થાય છે કે મજબૂત પકડ રહે તે માટે ઉપયોગમાં લેવાયેલી જાળી જ જો તણાઇ ગઈ તો ખાડો પુરવામાં આવ્યો તે મટિરિયલ રહ્યું હશે ખરું ?? સ્થાનિકો અધિકારીઓએ મિલી ભગત કરી 3 કરોડ ના કામ ને વધારી 10 કરોડ નું કરવામાં આવ્યું અને 7 કરોડ તો કોન્ટ્રાકટર ને ચૂકવી દેવામાં આવ્યા તેવો આક્ષેપ સાથે ચિંતા પણ વ્યકત કરી રહ્યા છે કે મચ્છુ ડેમની જેમ કડાણા ડેમ માં પણ હોનારત સર્જાશે તો નીચાણવાળા વિસ્તારના વસતા લોકો નું શું થશે અધિકારીઓ ને માત્ર ખિસ્સા ભરવામાં રસ છે ડેમ ને કઈ થશે તો એની જવાબદારી કોણ લેશે સરકાર , અધિકારીઓ કે કોન્ટ્રાકટર સ્થાનિકો આ ડેમમાં થયેલા કામની ઉચ્ચ સતરીય તપાસ ની માંગ હાલ લોકો કરી રહ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube