લીંબડી:  વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાનો 35539 મતથી વિજય થયો છે. 2017માં સોમા ગાંડા પટેલ સામે હાર બાદ આ વખતે જંગી સરસાઇથી જીત મેળવી હતી. જીત થવાના કારણે તેઓ ભાવુક થઇ ગયા હતા. તેઓએ પોતાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સોમા ગાંડા પટેલે રાજીનામું આપી દેતા ચૂંટણી યોજાઇ હતી.  જેમાં કિરીટસિંહની મતગણતરી પહેલાથી જ જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગ: 3 ટર્મમાં હાર્યા છતા ભાજપે કર્યો વિશ્વાસ, ચોથી વખતે વિજય પટેલ 60 હજારથી વધુ મતે જીત્યા

જો કે કિરીટસિંહ રાજણાએ જીતની નજીક પહોંચતા જ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ ઋષીકેશથી બદ્રીનાથ જતા ભાજપના કાર્યકરોને નડેલા અકસ્માતમાં મોત થવા અને ગુમ થવાના કારણે જીત ન ઉજવવાનું નક્કી કર્યું હતું. જેમાં લીંબડી તાલુકા પ્રમુખ કિરપાલસિંહ હજુ પણ લાપતા છે. કોઇ સરઘસ કાઢવા કે રંગ પણ ઉડાવતા ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના ચોટીલા પંથકના ભાજપ હોદ્દેદાર જીતેન્દ્રસિંહ ચૌહાણ, કિરપાલસિંહ અને મુકેશ રાઠોડ, ઋષીકેશથી બદ્રીનાથ તરફ જઇ રહ્યા હતા. તે સમયે જોશીમઠ પાસે 250 મીટર નીચે આવેલી અલકનંદામાં ગાડી ખાબકી હતી. 


અકસ્માત: સુરતના વેસુમાં ફૂલ સ્પીડે દોડતી કાર અચાનક ફિલ્મી સ્ટાઇલે ઘસડાઇ અને પલટી મારી ગઇ

2020ની પેટા ચૂંટણીમાં અગાઉના જીતના માર્જિનનો રેકોર્ડ તુટ્યો છે. 26785ના માર્જિન સાથે કિરીટસિંહ રાણા જીત્યા છે. અગાઉ 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાન ભરવાડ અત્યાર સુધી સૌથી વધારે 19743 મતની લીડથી જીત્યા હતા. સૌથી ઓછુ પ્રમાણ 1561 મતની લીડથી 2012ની ચૂંટણીમાં હતી. જેમાં ભાજપના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના સોમાભાઇ પટેલે પાતળી સરસાઇથી પરાજીત કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube