સાસણ ગીરમાં મહિલા ડ્રાયવર કરાવશે સિંહ દર્શન, વન વિભાગે શરૂ કરી તાલીમ
એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ અને આ ગીરના જંગલમાં હવે જીપ્સી ડ્રાયવર તરીકે મહિલાઓ કામ કરવા માટે તૈયારીઓ કરી રહી છે. સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરોને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.
હનીફ ખોખર/જૂનાગઢ: એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ અને આ ગીરના જંગલમાં હવે જીપ્સી ડ્રાયવર તરીકે મહિલાઓ કામ કરવા માટે તૈયારીઓ કરી રહી છે. સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરોને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.
ગીરનું જંગલ અને ગુજરાતનું ગૌરવ સામ કેશરી સિંહોની એક ઝલક જોવા માટે દુનિયાભરના શહેલાણીઓ સાસણ ગીર આવે છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે હવે પ્રવાસીઓને સિંહથી રૂબરૂ કરાવવા માટે જંગલમાં મહિલાઓ જીપ્સી ચલાવીને જવાની છે. અને એટલેજ વન વિભાગ દ્વારા સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે. સરકારના સ્ત્રી સશક્તિકરણ અભિયાનના ભાગ રૂપે મહિલાઓને પગભર કરવાના હેતુ માટે સરકાર દ્વારા સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગની તાલીમ આપવાનું શરુ કર્યું છે. સાસણ ગીર ખાતે શરુ કરવામાં આવેલ તાલિમ વર્ગની શરૂઆત વન વિભાગના મદદનીશ મુખ્ય વન સંરક્ષક રામ કુમારે કરી હતી.
વડોદરા: રેલવેના મેમુ કાર શેડ પાસે સિક્યુરિટી ગાર્ડની હત્યા, કારણ અકબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌ પ્રથમ વખત ગીરના જનાગાલમાં મહિલાઓની ભરતી કરી હતી. અને ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં મહિલા જંગલમાં ખૂંખાર પ્રાણીઓ સાથે નીડરતા પૂર્વક સંનિષ્ટ કામગીરી કરી રહી છે. ત્યાર પછી સાસણ ગીરમાં ગાઈડ તરીકે પણ મહિલાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમાં પણ મહિલાઓ સફળતા પૂર્વક કામગીરી કરી પગભર અને આત્મનિર્ભર બની છે. હવે ડ્રાયવર તરીકે પણ મહિલાઓને તૈયાર કરવાનું વન વિભાગે બીડું લીધું છે. અને એટલે જ સાસણ ગીરની ગરીબ અને આદિવાસી મહિલાઓને જીપ્સીનું ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.
લોકસભા ચૂંટણી 2019: અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ રીપિટ થશે કે નહીં?
વન વિભાગનાના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગ શીખવામાં આવશે અને મહિલાને દેવળીયા પાર્કમાં ચાલતી જીપ્સીઓમાં સ્થાન આપવામાં આવશે. મહિલા ડ્રાયવરનો પ્રયોગ સફળ થયા પછી અન્ય મહિલાઓને સમાવી લઈને ગીરના જંગલમાં ચાલતી જીપ્સીઓમાં પણ મહિલાઓ ને ડ્રાયવર તરીકે સ્થાન આપવામાં આવશે.