કેતન બગડા, અમરેલી: અમરેલી (Amreli) ના ગીર વિસ્તાર અને બૃહદગીર વિસ્તારની રેન્જ વિસ્તારોમાં સિંહો (Lion) ના મોતને લઈને સિંહ (Lion) પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. બાબરકોટ એનિમલ કેર સેન્ટર (Animal Care Center) ખાતે સારવાર દરમિયાન 1 બીમારી સિંહનુ મોત થયું હતું. સિંહના મોત (Lion Death) ને લઈને વનવિભાગ દ્વારા જાફરાબાદ રેન્જમા સિંહોની તપાસ કરવા આદેશ આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી (Amreli) જિલ્લામાં ગીર રેન્જ અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ બીમારીના કારણે મોત થયાનું સામે આવતા વનવિભાગ હરકતમાં આવ્યું છે. તાલુકામાં આવેલા માઇન્સ વિસ્તારમાં 5 થી 9 વર્ષની સિંહણ બીમાર જોવા મળતા વનવિભાગ દ્વારા તેમનું રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.  

Amreli: અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો, આપવાનું છે 16 કરોડનું ઇંજેક્શન


ત્યારબાદ વનવિભાગ (Forest Department) દ્વારા બાબરકોટ સારવાર આપવામાં આવી હતી અને સારવાર દરમ્યાન સિંહનું મોત (Lion Death) થયુ છે. વનવિભાગ દ્વારા પી.એમ કર્યું પરંતુ બીમારીના કારણે મોત થયાનું સામે આવતા વનવિભાગમાં એકશન મોડીમાં આવી ગયું છે. જિલ્લાના ખાંભા વિસ્તારમાં પણ સિંહોના મોત થઇ રહ્યા છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં સિંહોના મોતથી સિંહપ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. 


જાફરાબાદ રેન્જ (Jafarabad Range) માં 1 સિંહના મોત બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. ત્યારે ફરી સિંહોની ચકાસણી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કેટલા સિંહ બીમાર છે કે કેમ તેની તમામ પ્રકારની સિંહોની ચહલ પહેલ ઉપર ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

Gandhinagar: 'પ્રજાના પ્રશ્નો' એપ થઇ લોન્ચ, હવે આંગળીના ટેરવે ઉકેલાશે સમસ્યા


કયા પ્રકારીની બીમારી છે અને કયો વાયરસ છે તેની માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. વાત કરીએ 2018ના વર્ષની તો 2018ના વર્ષમાં 25 કરતાં વધુ સિંહોના મોત ગીર પૂર્વ વિસ્તાર ધારીમાં થયા હતા. 2018માં "બેબસિયા" નામના વાયરસના કારણે અનેક સાવજો એ જીવ ગુમાવ્યો હતો. 


આ રોગ ધારી (Dhari) ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં આવ્યો હતો તેના કારણે 25 થી વધુ સિંહોના 2018માં મોત થયા હતા. પછી અહીંના સિંહોનું રેસ્ક્યુ કરી જૂનાગઢ (Junagadh) પણ લઈ જવામા આવ્યા હતા. આ સમયે આ વિસ્તારોમાં વનવિભાગના મોટા અધિકારીઓની ટીમો પણ આ વિસ્તારમાં આવી હતી અને તપાસ કરી હતી. આમ સાવજોના મોત થતા સિંહ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube