Amreli: અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો, આપવાનું છે 16 કરોડનું ઇંજેક્શન

વિવાનને Spinal Muscular Dystrophy નામની ગંભીર બીમારી થઈ છે. આ બીમારીનો ઈલાજ તો છે પણ ઈલાજ કરવા માટેની રકમ ખૂબ જ મોટી છે.

Amreli: અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો, આપવાનું છે 16 કરોડનું ઇંજેક્શન

કેતન બગડા, અમરેલી: ગીર સોમનાથ (Gir Somnath) ગ્રામીણ વિસ્તારના એક સામાન્ય પરિવારમાં રહેતા અઢી વર્ષના બાળકને ગંભીર બીમારી થઈ છે. કોડીનાર (Kodinar) તાલુકાના આલીદર (Alidar) ગામે રહેતા અશોકભાઈ વાઢેળના અઢી વર્ષના પુત્ર વિવાનને Spinal Muscular Dystrophy નામની ગંભીર બીમારી થઈ છે. આ બીમારીનો ઈલાજ તો છે પણ ઈલાજ કરવા માટે ની રકમ ખૂબ જ મોટી છે.

Spinal Muscular Dystrophy નામની ગંભીર બીમારી છે. તેને દૂર કરવા માટે રૂપિયા 16 કરોડનું ઇંજેક્શન આપવાની યુવાનને ખૂબ જ જરૂર પડી છે. એક બાજુ કોરોના (Coronavirus) નો કપરો કાળ હોવાથી અશોકભાઈના ધંધા-રોજગાર ઉપર માઠી અસર જોવા મળી રહી છે. અઢી વર્ષના યુવાનને બચાવવા માટે પિતા ઝઝૂમી રહ્યા છે. 

ત્યારે અમરેલી (Amreli) શહેરના નવ યુવાનો વિવાનની મદદે આવ્યા છે. આ યુવાનો સવારે અને સાંજે અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર ઉભા રહીને રાહદારીઓ અને વાહન માલિકો પાસેથી વિવાનના ઈલાજ માટે પૈસા એકઠા કરી રહ્યા છે. અમરેલી (Amreli) ના યુવાનોને પૂરી આશા છે કે ભગવાન વિવાન ખૂબ જ ઝડપથી સાજો કરી દેશે અને અમરેલીના યુવાનોની મહેનત રંગ લાવશે. 

અમરેલી (Amreli) ના યુવાનો સમગ્ર ગુજરાત (Gujarat) માં યુવાનો આ રીતે વિવાન માટે પૈસા એકઠા કરશે તો યુવાનની જે ગંભીર બીમારી છે. તેમાંથી મુક્તિ મળશે. અમરેલીના યુવાનો વિવાન માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઉભા રહીને પૈસા એકઠા કરી રહ્યા છે. તેને લઈને અમરેલીના લોકો પણ યુવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news