હનીફ ખોખર/જુનાગઢ :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢ જિલ્લાના વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સાસણ ગીરની મુલાકાત લેશે. ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ કાર્યોના લોકાર્પણ કરી સાંજે સાસણ ગીરના સિંહ સદન ખાતે પહોંચી રાત્રિ રોકાણ કરશે અને વહેલી સવારે પરિવાર સાથે સિંહ દર્શન માટે ગીરના જંગલમાં જશે. સિંહ દર્શન પછી વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમજ ઉત્તર પ્રદેશના ગોરખપુર ઝૂના અધિકારીઓને 8 સિંહ આપવાના MOUનું આદાનપ્રદાનની ફોર્માલિટી કરશે. 


ગુજરાત સરકારે વેકેશન ન લંબાવતા ઓરેન્જ એલર્ટ વચ્ચે શરૂ થઈ શાળાઓ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા પછી સાંજે સાસણ ગીરના સિંહ સાદાં ખાતે રાત્રિ રોકાણ કરશે. તેઓ સવારે પરિવાર સાથે સિંહ દર્શન કરવા પણ જંગલમાં જશે. ઉત્તર પ્રદેશના ગોરખપુરના શહીદ અસફાક ઉલ્લાહ ખાન પ્રાણી ઉદ્યાનને સક્કરબાગ ઝૂ તરફથી 8 એશિયાઈ સિંહો આપવાના છે. જેમાં 6 સિંહણો અને બે નર સિંહોને મોકલવામાં આવનાર છે.



ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતા ભારતના પ્રાણી સંગ્રહાલયો વચ્ચે પ્રાણી આદાનપ્રદાન કાર્યક્રમ અનુસંધાને સક્કરબાગ ઝૂ દ્વારા 8 સિંહો અપાશે. જ્યારે ગોરખપુર ઝુ દ્વારા રૈનોસોરસ (ગેંડો) હિપ્પો પોટેમસ, પીઝન્ટની જુદી જુદી પ્રજાતિઓ સક્કરબાગ ઝૂને આપવામાં આવશે. સિંહોને ગોરખપુર મોકલવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સિંહોનું મેડિકલ ફિટનેસ પણ તપાસી લેવામાં આવ્યું છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં ભારે ગરમી હોવાથી સિંહોને મોકલવાની તારીખ લંબાવી દેવામાં આવી છે. આ અંગે સક્કરબાગ ઝુઓલોજિકલ ગાર્ડનના ડાયરેક્ટર રામરતન લાલાએ જણાવ્યું કે, ગરમી ઓછી થયા પછી એટલે કે એકાદ વરસાદ પડ્યા પછી સિંહોને હવાઈ માર્ગે
અથવા માર્ગ રસ્તા દ્વારા સંપૂર્ણ સલામતી સાથે મોકલવામાં આવશે. તેમજ સાથે વેટરનરી ડોક્ટરોની ટીમ તેમજ અનુભવી ટ્રેકરની ટીમોને પણ ગોરખપુર મોકલવામાં આવનાર છે.


ગુજરાત માટે ખુશીની વાત એ છે કે, સિંહોના બદલામાં હવે રૈનોસોરસ (ગેંડો) હિપ્પો પોટેમસ, પીઝન્ટ બર્ડ્સની જુદી જુદી પ્રજાતિઓ ટૂંક સમયમાં જ સક્કરબાગના મહેમાન બનશે. સક્કરબાગ ઝૂ વિશ્વના સૌથી જુના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. 1863માં એટલે કે 150 વર્ષ પહેલા જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાએ આ પ્રાણીસંગ્રહાલયની સ્થાપના કરી હતી અને દુનિયાભરમાં એશિયાઈ સિંહોનું એક માત્ર બ્રીડીંગ સેન્ટર છે.