હનીફ ખોખર/કેતન બગડા/જુનાગઢ :ગીરના સિંહો પોતાની હદ વટાવીને હવે એવા વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે જે જાણીને ખુદ વનવિભાગ અચંબામાં પડી ગયું છે. ગીરના સિંહો (Gir Lion) ની વિચિત્ર હરકતો સામે આવી રહી છે. ગીરના ઈતિહાસમાં પહેલીવાર સિંહો માધવપુર બીચ (Madhavpur beach) પર પહોંચ્યા છે અને અહીં પહોંચીને તેઓએ કાચબાનો શિકાર કર્યો હતો. વન્ય જીવના ઈતિહાસમાં આ અદભૂત ઘટના કહી શકાય. 


નશામાં ધૂત થઈને ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર...’ ગીત પર નાચતા સુરતના નગરસેવકનો Video Viral


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીરના સિંહો હવે પોરબંદર પાસેના માધવપુર બીચ ઉપર પહોંચી ગયા છે. બીચ પર આવી ચઢેલા સિંહે મુદ્રી ઓલિવ રીડલી કાચબાનો શિકાર કર્યો હતો. ઈંડા મુકવા આવેલ કાચબીનો શિકાર સિંહે કર્યો હતો. વનવિભાગ તપાસમાં જાણ્યું કે, કાચવી સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવી હતી, કાચબીના ટ્રેક પમ જોવા મળ્યા છે. સાથે જ સિંહના પગના ચિન્હો પણ જોવા મળ્યા છે. કાચબી ઈંડા મૂકે તે પહેલા જ સિંહે કાચબીને ફાડી ખાધી હતી. વેટરનરી ડોકટરો દ્વારા કાચબીનું પીએમ કરતા આ ઘટનાને સમર્થન મળ્યું છે. વન વિભાગના કર્મચારીઓ આજે વહેલી સવારે બીચ પર ઈંડા સંરક્ષણ માટે ગયા ત્યારે આ ઘટના તેમના ધ્યાને આવી હતી. જોકે, અધિકારીઓએ આ ઘટનાને અદભૂત ગણાવી હતી. માધવપુર બીચ પર સિંહ હોવાનું જાણતા વન વિભાગ દ્વારા વોચ ગોઠવાઈ છે. 


સિંહનો બીજો વીડિયો પણ વાયરલ 
અમરેલીના ખાંભાના ખોડીયાણાના વાડી વિસ્તારનો સિંહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્થાનિક ખેડૂત બાઈક સાથે સિંહણ સિંહબાળ સામેથી આવી જતા સિંહપરિવારે પોતાનો રસ્તો બદલાવ્યો હતો. સિંહો વારંવાર હુમલો કરે તે માન્યતા ખોટી પડી છે. ખેડૂતને જોઈને સિંહપરિવારે રસ્તો આપી દીધો હતો. આમ, સિંહની દરિયાદિલીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક