નશામાં ધૂત થઈને ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર...’ ગીત પર નાચતા સુરતના નગરસેવકનો Video Viral

ગુજરાત સરકાર દારૂબંધી (Liquor ban)ના ગમે તેટલા બણગા ફૂંકતી હોય, પરંતુ ખુદ નેતાઓ જ નિયમોની ઐસી કી તૈસી કરતા જોવા મળે છે. નેતાઓના દારૂ પીતા વીડિયો સતત વાયરલ થઈ રહ્યાં છે. તેમ છતા સરકાર દ્વારા કોઈ પગલા લેવાતા નથી. આવામાં સુરતના નગરસેવક દારૂની મહેફિલ કરતા હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. ગુજરાતના છેવાડે આવેલ નારગોલ ખાતે આ નેતાએ કેટલાક લોકો સાથે મળીને દારૂની મહેફિલ માણી હતી.
નશામાં ધૂત થઈને ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર...’ ગીત પર નાચતા સુરતના નગરસેવકનો Video Viral

સુરત :ગુજરાત સરકાર દારૂબંધી (Liquor ban)ના ગમે તેટલા બણગા ફૂંકતી હોય, પરંતુ ખુદ નેતાઓ જ નિયમોની ઐસી કી તૈસી કરતા જોવા મળે છે. નેતાઓના દારૂ પીતા વીડિયો સતત વાયરલ થઈ રહ્યાં છે. તેમ છતા સરકાર દ્વારા કોઈ પગલા લેવાતા નથી. આવામાં સુરતના નગરસેવક દારૂની મહેફિલ કરતા હોવાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. ગુજરાતના છેવાડે આવેલ નારગોલ ખાતે આ નેતાએ કેટલાક લોકો સાથે મળીને દારૂની મહેફિલ માણી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ ગુજરાતમાં વધુ એક દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતનો છે. પિષુય શિવશક્તિવાળા સગરામપુરા વિસ્તારના ભાજપના નગરસેવક છે. વોર્ડ નંબર 19ના આ નગરસેવક ખુલ્લેઆમ દારૂની પાર્ટી માણતા પકડાયા હતા. એટલું જ નહિ, આ માટે તેમણે મકાન ભાડે રાખીને ખાસ દારૂની પાર્ટી આયોજિત કરી હતી. હાથમાં દારૂનો ગ્લાસ લઈને આ નેતા ફિલ્મોના ગીતા પર લથડિયા ખાઈને નાચતા દેખાઈ રહ્યાં છે. 

સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, પિષુય શિવશક્તિવાળાએ ગુજરાતના છેવાડે આવેલ નારગોલમાં મકાન ભાડે રાખીને દારૂની પાર્ટી કરી હતી. આ વીડિયો ગત જાન્યુઆરી મહિનાનો છે. 2 થી 5 જાન્યુઆરી સુધી નારગોલમાં પિયુષ શિવશક્તિવાળા દારૂની પાર્ટીમાં મગ્ન જોવા મળ્યા હતા. 12 જણાના ગ્રૂપમાં પુત્ર અને પિતા સાથે કાકા પણ દારૂના નશામાં ચકનાચૂર જોવા મળ્યા હતા. જાહેરમાં દારૂ પીવાની સાથે દારૂના નશામાં તેઓએ ડાન્સ પણ કર્યો હતો. ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર...’ ગીત પર તમામ લોકો નશામાં ધૂત થઈને ડાન્સ કરી રહ્યાં છે તેવુ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પાર્ટીમાં પિષુય શિવશક્તિવાળઆના વેવાઈ સહિતના અનેક સંબંધીઓ હતા. કહેવાય છે કે, નારગોલમાં પારસી પંચાયતનું મકાન ભાડે રાખીને આ દારૂની પાર્ટી આયોજિત કરાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, પિષુય શિવશક્તિવાળા વોર્ડ નંબર 19ના નગરસેવક છે અને 3 વાર નગરસેવક બન્યા છે. આમ, નેતા થઈને દારૂના નશામાં ધૂત થયેલા આ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news