રૂંવાડા ઉભા કરતી ઘટના : સિંહણ ખાઈ ગઈ બાળકનો પગ અને સિંહબાળ માથું! આખરે પકડાઈ ગયા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉચેંયા નજીક ખેતમજુર પરિવાર ઝૂંપડામાં રહે છે. અહીં મોડીરાત્રે માતા-પિતા સાથે કિશોર સાદુળભાઈ (ઉં.વ. 5) સુતો હતો ત્યારે સિંહણ બાળકને ઉઠાવી ભાગી ગઇ હતી.
કેતન બગડા, અમરેલી : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉચેંયા નજીક ખેતમજુર પરિવાર ઝૂંપડામાં રહે છે. અહીં મોડીરાત્રે માતા-પિતા સાથે કિશોર સાદુળભાઈ (ઉં.વ. 5) સુતો હતો ત્યારે સિંહણ બાળકને ઉઠાવી ભાગી ગઇ હતી. આ ઘટના સોમવારે બની હતી. સિંહણના આ એટેક પછી પરિવારજનો જાગી જતા હાકલા પડકારા કર્યા તેમ છતાં સિંહણ બાળકને ઉંચકી પકડી ભાગી ગઇ હતી. આ ઘટના પછી બાળકનો એક પગ સિંહણ ખાઈ ગઇ હતી અને સિંહબાળે બાળકનું મોઢુ કરડી ખાધું હતું. આ બનાવની ફરિયાદ પછી વન વિભાગે સિંહણ અને સિંહબાળ બેભાન કરી પાંજરે પૂર્યા છે.
Corona : જીવલેણ વાયરસે ઉડાવી દીધી સરકારની નિંદર, લીધા આ પગલાં
5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણ અને સિંહબાળને વન વિભાગે ભેરાઇ વીડીમાંથી ઝડપી પાડ્યા છે. વન વિભાગે સિંહણ અને સિંહબાળને પકડવા માટે વન વિભાગે અલગ અલગ ટીમ બનાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહણ અને સિંહબાળ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કચ્છમાં ફરી આવશે મોટો ભૂકંપ? લોકોને સતાવી રહેલા આ ભય પાછળ મોટું કારણ
આ ઘટનાની વિગતો જોઈએ તો રાજુલા પંથકમાં સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવતાં હાહાકાર મચી ગયો હતો. રાજુલા તાલુકાના ઉંચેયા-ભચાદર ગામ વચ્ચે ઝુંપડામાં સુતેલા પાંચ વર્ષના બાળકને મોડીરાત્રે સિંહણે બોચીથી પકડી દૂર સુધી ઢસડી ગઈ હતી અને સિંહણ તેમજ સિંહબાળે મળીને બાળકને ફાડી ખાધું હતું. સિંહણે બાળકનો એક પગ કરડી ખાધો હતો અને અડધું માથું જ જોવા મળ્યું હતું. વન વિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી સિંહણની શોધખોળ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક