Corona : જીવલેણ વાયરસે ઉડાવી દીધી સરકારની નિંદર, લીધા આ પગલાં

છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસનો હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં ગુજરાતમાં પણ આ વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જોકે વાયરસના ગુજરાતમાં બે શંકાસ્પદ કેસ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

Corona : જીવલેણ વાયરસે ઉડાવી દીધી સરકારની નિંદર, લીધા આ પગલાં

વેબ ડેસ્ક, અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસનો હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં ગુજરાતમાં પણ આ વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જોકે વાયરસના ગુજરાતમાં બે શંકાસ્પદ કેસ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. બંને કેસના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ મામલે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, ''ચીનથી ઘણાં લોકો ગુજરાત પરત ફર્યા છે. જેમના ટેસ્ટ કરવામાં આવ્યા તેમાં વાયરસ ઇન્ફેકશન જણાતું નથી. અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પરત ફરેલા લોકો નું વ્યક્તિગત રીતે તપાસ કરે છે. તેમને ચેતવણીના ભાગ રૂપે 14 દિવસ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે.''

હાલમાં ગુજરાતના ખૂણેખૂણામાં તબીબી તંત્ર અને વ્યવસ્થા તંત્ર દ્વારા સઘન તપાસ ચાલી રહી છે જેથી આ વાયરસ ગુજરાતમાં પગપેસારો ન કરી શકે. તંત્રની આ સતર્કતા વિશે અલ્કેશ રાવ (બનાસકાંઠા), સ્નેહલ પટેલ (નવસારી), ચેતન પટેલ (સુરત) અને રવિ અગ્રવાલ (વડોદરા)એ ખાસ રિપોર્ટ આપ્યો છે. 

બનાસકાંઠાની સ્થિતિ 
બનાસકાંઠાની સ્થિતિ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે ચીનથી બનાસકાંઠા પરત ફરેલા 81 વિદ્યાર્થી સુરક્ષિત છે. હાલમાં આરોગ્ય વિભાગની ટીમ 81 વિદ્યાર્થીઓના સંપર્કમાં શછે અને તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ થઈ રહ્યું છે. આ તપાસમાં ખબર પડી છે કે એક પણ વિદ્યાર્થીને વાયરસની અસર નથી થઈ. હાલમાં આરોગ્ય વિભાગ અલગઅલગ ટીમ બનાવીને મોનિટરિંગ કરી રહ્યો છે. 

નવસારીની સ્થિતિ
હાલમાં નવસારી જિલ્લામાં ચીનથી 36 લોકો પરત ફર્યા છે. જિલ્લામાં નવસારી તાલુકામાં 17, ગણદેવી તાલુકામાં 4, ચીખલી તાલુકામાં 2 અને જલાલપોર તાલુકામાં 13 લોકો ચીનથી પરત ફર્યા છે. આ તમામ લોકોને જિલ્લા આરોગ્ય વિભાગે ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જોકો કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ પોઝિટીવ નથી આવ્યો પણ આમ છતાં 14 દિવસ સુધી તમામ 36 લોકોને તેમના ઘરે જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. 

સુરતની સ્થિતિ
ચીનમાં કોરોના વાયરસ ને લઈ હાહાકાર છે. વાયરસની અસરથી સુરત શહેરને બચાવવા માટે સુરત એરપોર્ટ એલર્ટ મોડમાં છે. સુરત એરપોર્ટે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કર્યું છે જેમાં એરપોર્ટ પર આવનાર મુસાફરો તાવ, ખાસી, શરદી સહિતની કોઈ બીમારી છે કે નહીં તેવી માહિતી આપી રહ્યા છે. આ વોચ કોરોના વાયરસના કારણે છે. વાયરસ ભારત અને સુરતમાં પગપસારો ન કરે એ માટે તકેદારી લેવામાં આવી રહી છે. સુરત ડાયમંડ સિટી છે અને ચીન હોંગકોંગ સાથે વેપાર કરવામાં આવે છે.જેથી સુરતમાં આવનાર વેપારી મુસાફરો અને વિદ્યાર્થીઓ ઉપર એથોરિટીની કરડી નજર છે. વાયરસની અસર ઇમિગ્રેશન ઓફિસરને ન થાય આ માટે પણ તકેદારી લેવામાં આવી છે. ઇમિગ્રેશન અધિકારીને સ્પેશ્યિલ માસ્ક અને હેલ્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. 

વડોદરાની સ્થિતિ
વડોદરામાં છેલ્લા 48 કલાકમાં ચાઇનાથી પરત ફરેલા 12થી વધુ વ્યક્તિઓને હોમ કોરોનટાઈલમાં ખસેડાયા છે. MBBSનો અભ્યાસ કરી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓનું પણ એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ કરી હોમ કોરોનટાઈલમાં ખસેડાયા છે. બે અઠવાડિયા સુધી તમામનું મેડિકલ ટીમ દ્વારા રોજ ચેકઅપ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news