વિસાવદર : વિસાવદરના કાલસારીથી રાજપરા રોડ તરફની અવાવરૂ જગ્યામાંથી કોલર આઇડીવાળી સિંહણ અને શિયાળનો મૃતદેહ મળી આવ્યો હતો. બંન્નેના મોત વીજ કરંટથી થયા હોવાનું સામે આવ્યું છે. કાલસારીની સીમમાં અવાવરૂ જગ્યામાં સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વન વિભાગને થતા સ્થળ પર તપાસ હાથ ધરી હતી. ત્યાંથી શિયાળનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. સિંહણના મૃતદેહને અડધો કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હોવાનાં નિશાન પણ જોવા મળ્યા છે. આ સિંહણના ગળામાં રેડીયો કોલર પણ પહેરાવાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ : ધામધૂમથી પરણાવાઈ બાલાશ્રમની 7 અનાથ યુવતીઓને, દરેકને કરિયાવરમાં અપાયો 100 વારનો પ્લોટ

સિંહણ ગ્રુપમાં રહેતી હોય તેની સાથે સિંહબાળ હોવાની શક્યતા છે. આ ઉપરાંત PGVCL, પોલીસ અને વન વિભાગ દ્વારા સમયાંતરે ખેતરોમાં વીજકરંટ બાબતું ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન વીજ કરંટ મુક્યો હોય તેવા કોઇ વ્યક્તિ હજી સુધી પકડમાં આવ્યો નથી. જો કે સિંહણના મોત બાદ ખેતરમાં વીજ કરંટ મુકનારા ખેડૂતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો તંત્ર દ્વારા પહેલાથી જ આવી કામગીરી કરવામાં આવી હોય તો આ સિંહણને કરંટથી બચાવી શકાઇ હોત.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube