રાજુલા : પરિવાર સાથે સૂતા 5 વર્ષના બાળકને ઉપાડીને સિંહણે કર્યો શિકાર
રાજુલાની સિંહણ માનવકભક્ષી બન્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજુલાના ઉંચેયા અને ભચાદર ગામ વચ્ચે આવેલી એક ઝૂંપડીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. લગભગ એક કલાક સુધી સિંહણે અને સિંહ બચ્ચાએ બાળકના મૃતદેહને ચૂંથ્યો હતો. આમ, રાજુલા ગામમાં બાળકના શિકારથી ખળભળાટ મચ્યો છે.
કેતન બગડા/અમરેલી :રાજુલાની સિંહણ માનવકભક્ષી બન્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજુલાના ઉંચેયા અને ભચાદર ગામ વચ્ચે આવેલી એક ઝૂંપડીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. લગભગ એક કલાક સુધી સિંહણે અને સિંહ બચ્ચાએ બાળકના મૃતદેહને ચૂંથ્યો હતો. આમ, રાજુલા ગામમાં બાળકના શિકારથી ખળભળાટ મચ્યો છે.
ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા નીતિન પટેલ બોલ્યા, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલાના ઉંચેયા અને ભયાદર ગામ વચ્ચે ઝૂંપડીમાં એક પરિવાર વસવાટ કરે છે. આ પરિવાર પોતાના પાંચ વર્ષના બાળક સાથે ઝૂંપડીની બહાર સૂતુ હતું. ત્યારે એકાએક એક સિંહણ પોતાના બાળ સિંહ સાથે ત્યાં આવી પહોંચી હતી. સિંહણે પાંચ વર્ષના બાળકને ત્યાંતી ઉઠાવ્યું હતું અને ઘરથી દૂર સીમમાં લઈ ગઈ હતી. સિંહણ અને તેના બચ્ચાએ અડધી રાત્રે બાળકનો શિકાર કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ આવતા જ તેના માતાપિતા જાગી ગયા હતા, અને અવાજની દિશામાં દોડ્યા હતા. પરંતુ તેઓના હાથમાં બાળકનો મૃતદેહ આવ્યો હતો.
રાજ્યસભા ચૂંટણીમાં એસ જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી અરજીને હાઈકોર્ટ ફગાવી
રામપરા ગામની સીમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. એક કલાક સુધી બાળક સાથે સિંહબાળે મસ્તી કરી હતી અને બાદમાં તેનો શિકાર કર્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો બીજી તરફ પોતાના બાળકને ગુમાવ્યા બાદ પરિવારે ભારે આક્રંદ કર્યું હતું. સોમવારે મોડી રાત્રે આ ઘટના બની હતી.
આ ઘટના બાદ વનવિભાગ દોડતું થયું હતું અને ઘટના સ્થળે પહોંચ્યું હતું. લાંબા સમય બાદ સિંહણે માનવ શિકાર કર્યો હોય તેવો કિસ્સો બન્યો છે, તેથી સિંહણની શોધખોળ આરોગીને ખરેખર આ શિકાર સિંહણે જ કર્યો છે કે નહિ તેની તપાસ શરૂ કરી છે. આ સાથે જો સિંહણ માનવભક્ષી બની હોય તો તેને પકડી લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક