મોક્ષ પામતા પહેલા સિંહણની અનોખી ભક્તિ, ઘાયલ થઇ પહોંચી ભોળાના દરબારમાં
શ્રાવણ માસમાં માનવીઓમાં ભગવાન ભોળાનાથની ભક્તિનો અનેરા ઉત્સાહ જોવા મળે છે. ત્યારે એક એવી ઘટના સામે આવી જ્યાં સિંહણ પણ ભાળાનાથની ભક્તિમાં તરબોળ થઇ હોય. આ ઘટના જસાધાર રેન્જની છે. જ્યાં એક સિંહણે મોક્ષ પામતા પહેલા અનોખી શિવ ભક્તિ બતાવી હતી.
રજની કોટેચા, ઉના: શ્રાવણ માસમાં માનવીઓમાં ભગવાન ભોળાનાથની ભક્તિનો અનેરા ઉત્સાહ જોવા મળે છે. ત્યારે એક એવી ઘટના સામે આવી જ્યાં સિંહણ પણ ભાળાનાથની ભક્તિમાં તરબોળ થઇ હોય. આ ઘટના જસાધાર રેન્જની છે. જ્યાં એક સિંહણે મોક્ષ પામતા પહેલા અનોખી શિવ ભક્તિ બતાવી હતી. જો કે, આ સિંહણ હવે હયાત નથી.
આ પણ વાંચો:- શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
જસાધાર રેન્જમાં માક્ષ પામતા પહેલા સિંહણની ભગવાન ભોળાનાથ પ્રત્યે અનોખી ભક્તિ જોવા મળી હતી. ઘાયલ થયેલી સિંહણ ભોળાનાથના દરબારમાં પહોંચી હઇ હતી. જ્યાં સિંહણને શિવલિંગને બાથમાં લઇ બેસી ગઇ હતી. જ્યારે આ સિંહણનું વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ વન વિભાગ દ્વારા તેને બચાવી ન શકતા તેનું મોત થયું છે.
જુઓ Live TV:-