શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

સોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Updated By: Aug 5, 2019, 10:03 AM IST
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવારે છે. જેને લઇને ભક્તો અનેરા ઉત્સાહ સાથે શિવ ભક્તિમાં લીન બન્યા છે અને રાજ્યના અલગ અલગ શિવાલયોમાં ભક્તોની ભીડ સાથે મંદિર પરિસર હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે બાર જ્યોતિર્લીંગમાંથી એક જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ દર્શનાથે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.

આ પણ વાંચો:- સુરતમાં મેઘ મહેર યથાવત, ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

સોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દરેક યાત્રીક ભગવાન ભોળાનાથના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ અને પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સવારે 7 વાગ્યાની ભોળાનાથની મહા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ મેળવ્યો હતો.

આ પણ વાંચો:- વડોદરા: ડભોઇમાં વરસાદ બાદની તારાજી, માર્ગ ધોવાતા 10 ગામ સપર્ક વિહોણા

કહેવામાં આવે છે કે, સમગ્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દૂધ અને ગંગાજળથી અભિષેક કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનાના સોમવારનું પણ અનેરુ મહત્વ છે. ચંદ્રને સોમ કહેવાય છે અને ચંદ્રમાના ઈશ્વર ભગવાન શિવ છે. જેથી સોમવાર બહુ જ ફળદાયી હોય છે. આ કારણથી શિવને સોમેશ્વર પણ કહેવાય છે. ગ્રંથોમાં લખ્યું છે કે, ગંગાનું પૃથ્વી પર આગમન પણ શ્રાવણ મહિનાના સોમવારે જ થયું હતું. આ કારણે જ સોમવારને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું. શાસ્ત્રોમાં લખાયું છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જ્યોતિલિંગના જળાભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ કારણે જ સોમનાથ મંદિરમાં સમગ્ર શ્રાવણ મહિનામાં ભીડ જામતી હોય છે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...