હનીફ ખોખર/જુનાગઢ : સામાન્ય રીતે સિંહ અને દીપડા એક બીજાના દુશ્મન હોય છે પરંતુ જો કોઈ સિંહણ દીપડાના બચ્ચાનું લાલન પાલન કરે તો નવાઈ કહેવાય. તો આવીજ એક નવાઈ પમાડે તેવી ઘટના ગીરના જંગલમાં બની છે. જેમાં રક્ષા નામની સિંહણ પોતાના બે બચ્ચા સાથે મોગલી નામના એક દીપડાના બચ્ચનો ઉછેર કરી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કિંજલ દવે નહિ ગાઈ શકે ‘ચાર ચાર બંગડીવાળી લાવી દઉઁ...’ ગીત, આ કારણે મૂકાયો પ્રતિબંધ 


જંગલ ગીર નું હોય કે આફ્રિકાનું હોય, હંમેશા સિંહ અને દીપડાઓ વચ્ચે દુશ્મનાવટ જ હોય છે. જ્યારે જ્યારે આમનો સામનો થઇ જાય ત્યારે એકબીજાને મારી નાંખવા માટે જીવલેણ હુમલાઓ કરતા હોય છે, પરંતુ દુનિયામાં ક્યાંય પણ ના બની હોય તેવી હેરતઅંગેજ ઘટના ગીરના જંગલમાંથી સામે આવી છે. આપણે જાણીને આશ્ચર્ય થશે કે, એક સિંહણ દીપડાના બચ્ચાને સાચવી રહી છે. આ કોઈ પ્રાણી સંગ્રહાલયની ઘટના નથી પરંતુ ગીરના ઘટાટોપ જંગલના પૂર્વ વિસ્તારની છે. આ પ્રકારની ઘટના વિશ્વમાં ક્યાંય પણ બની હોય તેવું નોંધાયું નથી. 


આ ગુજરાતી યુવાનનું ગીત ‘ચાર ચાર બંગડીવાળી’ ચોરી કર્યાનો કિંજલ દવે પર છે આરોપ 


આ વિશે ગીર ફોરેસ્ટ પૂર્વના નાયબ વન સંરક્ષક ડો.ધીરજ મિત્તલે જણાવ્યું કે, જ્યારે જંગલમાં વન કર્મચારીઓએ એક સિંહણને તેના બે બચ્ચા સાથે એક દીપડાના બચ્ચાને એકસાથે જોયા ત્યારે આશ્ચર્ય પામ્યા હતા. ત્યાર પછી સતત તેની ઉપર દેખરેખ રાખવામાં આવતા દીપડાનું આ બચ્ચું સિંહણ સાથે છેલ્લા એક અઠવાડિયાથી રહેતું હોવાનું સામે આવ્યું છે. દીપડાનું આ બચ્ચું ક્યાંથી અને કેવી રીતે આવ્યું તે અંગે કોઈને ખબર નથી પરંતુ સિંહણ તેના બે બચ્ચાંની જેમજ દીપડાના બચ્ચાને સાચી રહી છે અને દૂધ પણ પીવડાવે છે. સિંહણ તેનું અન્ય પ્રાણીઓ સામે પણ રક્ષણ કરે છે. 


સુરતમાં લુગ્દી માંજો બનાવવા માટે એકમાત્ર સરનામુ બચ્યું છે ‘જાદવ પરિવાર’


ગીરના જંગલમાં કુલ મળીને 600 જેટલા સિંહો અને તેનાથી ડબલ વસ્તી દીપડાઓની છે. પરંતુ અત્યાર સુધીમાં ક્યારેય આ પ્રકારની ઘટના ગીરમાં જોવા મળી નથી. ડૉ.ધીરજ મિત્તલે જણાવ્યું કે, આ પ્રકારે પ્રાણીઓમાં પણ માતૃત્વની ભાવના હોય છે. જેના ઉપરથી જંગલબૂક બની હતી. એટલે જ વન વિભાગના સ્ટાફે સિંહનું નામ રક્ષા અને દીપડાના શાવકનું નામ મોગલી પાડ્યું છે. હાલ બંને ઉપર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.


આવતીકાલે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે તેનો નજારો