ગુજરાતમાં દારૂબંધીઃ અશોક ગેહલોત અને વિજય રૂપાણીના એક-બીજા પર પ્રહાર
શનિવારે ગુજરાત કોંગ્રેસના જનવેદના સંમેલનમાં(Congress Janvedna Sammelan) ભાગ લેવા આવેલા અશોક ગેહલોત (Ashok Gehlot) પોતાના નિવેદન પર વળગી રહ્યા હતા અને ફરીથી કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ(Liqueur) વેચાય જ છે. અશોક ગેહલોત (Ashok Gehlot) નિવેદનનો જવાબ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) જવાબ આપતા કહ્યું કે, ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં(Rajasthan) દારૂબંધી લાગુ કરી બતાવે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં(Liqueur Prohibition) છે, પરંતુ રાજ્યમાં અવાર-નવાર દારૂ(Liqueur) પકડાવાની ઘટનાઓ સમાચાર માધ્યમમાં ચમકતી રહે છે. રાજસ્થાનના(Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) અગાઉ પણ ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે એવું નિવેદન આપી ચૂક્યા છે. શનિવારે ગુજરાત કોંગ્રેસના જનવેદના સંમેલનમાં(Congress Janvedna Sammelan) ભાગ લેવા આવેલા અશોક ગેહલોત (Ashok Gehlot) પોતાના નિવેદન પર વળગી રહ્યા હતા અને ફરીથી કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ(Liqueur) વેચાય જ છે. અશોક ગેહલોત (Ashok Gehlot)ના નિવેદનનો જવાબ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani) જવાબ આપતા કહ્યું કે, ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં(Rajasthan) દારૂબંધી લાગુ કરી બતાવે.
રાજસ્થાનના મુખ્યમંત્રી(Rajasthan CM) અશોક ગેહલોત શનિવારે કોંગ્રેસના જનવેદના સંમેલનમાં ભાગ લેવા માટે અમદાવાદ(Ahmedabad) આવ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે, "ગુજરાતમાં દારૂબંધી અંગેના મારા અગાઉના નિવેદનને હું વળગી રહ્યો છું. અગાઉ પણ મેં એ જ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ મળે છે. એ સમયે મારા નિવેદનને મારા નિવેદનને તોડી મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને અશોક ગેહલોતે ગુજરાતવાસીઓની બેઇજતી કરી છે તેવો પ્રચાર કરાયો હતો. રૂપાણીએ રાજકીય રંગ આપવા તેને ખોટી રીતે રજૂ કર્યું હતું. આ મુખ્યમંત્રી નિષ્ફળ છે. જો ગુજરાતમાં ખરેખર દારૂ બંધ કરવો હોય હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરવી જોઈએ."
ગુજરાત વિકાસની હરણફાળ ફરે તે જ મારો પ્રયાસ રહેશે: મુકીમે CS તરીકે પદભાર સંભાળ્યો
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ રાજકોટમાં ગાંધીજીએ 1920માં સ્થાપેલી રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી પોલીસે રેડ પાડીને રૂ.5 લાખથી વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો. રાજ્યમાં જે ગાંધીજીના કારણે દારૂબંધી લાદવામાં આવી છે, તેમણે જ સ્થાપેલી શાળામાંથી મોટા પાયે દારૂ પકડાતાં ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો.
અશોક ગેહલોતે GDPના નીચા દર અંગે જણાવ્યું કે, "આ સરકારના રાજમાં અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. દેશ બરબાદ થઈ રહ્યો છે. સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સલાહ લેવી જોઈએ. નોટબંધી દેશને બરબાદ કરી દેશે તેવી ડો. મનમોહનજીને આશંકા હતી અને હવે તે જ થઈ રહ્યું છે. દુર્ભાગ્યની વાત છે કે, એ વાતની સમજ NDA સરકાર અને તેના વડા નરેન્દ્ર મોદીને ન આવી."
Nityananda : લંપટ નિત્યાનંદ સંતાયો છે દક્ષિણ અમેરિકાના હોન્ડુરાસમાં! જાહેર થઈ બીજી ચોંકાવનારી માહિતી
દારૂબંધી અંગે બે રાજ્યોનાં મુખ્યમંત્રીનાં નિવેદન અંગેનો જુઓ વીડિયો.....
ગેહલોતે વધુમાં જણાવ્યું કે, "દેશની આર્થિક સ્થિતિ ચિંતા જનક છે, જેથી દેશભરમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે અને દરેક જગ્યાએ સફળતા મળી રહી છે. યુવાનો બેરોજગાર બની રહ્યા છે, નોકરીઓ ઘટી રહી છે, મોંઘવારી વધી રહી છે. ડુંગળીના ભાવ આસમાને જઈ રહ્યા છે. ગુજરાતમાં સરકાર તો જોરશોરથી બનાવી લીધી, પરંતુ ખેડૂતોના હાલ બેહાલ છે. ખેડૂતોને રાહત મળે તેવું અમે ઈચ્છીએ છીએ. આજે ખેડૂતો કેમ નારાજ છે તેનો સરકાર જવાબ આપે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં જનતાએ તેમને જવાબ આપી દીધો છે. જનતાએ તેમને બોધપાઠ આપ્યો છે."
ભારતીય નૌ સેના બની વધારે મજબૂત, સમાવેશ કરાયો સુવિધાઓથી સજજ સીએસ ડ્રોનીયર સ્કોવોડ્રનનો
અશોક ગેહલોતના નિવદન પર પ્રહાર કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(CM Vijay Rupani) જણાવ્યું કે, "લોકસભામાં તમામ બેઠકો ગેહલોત હાર્યા હતા. ખુદ તેમનો પુત્ર પણ હાર્યો હતો. ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતી સહાય કરી રહી છે. ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. શિયાળુ સીઝનમાં પૂરતું પાણી મળે તે માટે પણ આયોજન કરી રહી છે. વર્ષો સુધી દેશમાં રાજ કર્યા બાદ હવે કોંગ્રેસને જીડીપી અને અર્થવ્યવસ્થા દેખાય છે. મનમોહન સિંહના રાજમાં મોંઘવારી આસમાને હતી અને મોદી સરકારમાં મોંઘવારી કાબુમાં આવી છે."
FASTag : લંબાવાઈ અમલીકરણની તારીખ, છેલ્લી ઘડીએ મળી રાહત
ગેહલોતના દારૂબંધીના નિવેદનનો જવાબ આપતા રૂપાણીએ કહ્યું કે, "ગેહલોતજીમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરીને બતાવે. પ્રજાને નરેન્દ્ર મોદીની સરકારમાં વિશ્વાસ છે. કોંગ્રેસના નેતાઓને દિવસ-રાત સ્વપ્નમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ દેખાય છે એટલે આ પ્રકારની રિમોટ કન્ટ્રોલવાળી વાતો કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી વખતે રાજીનામાના નાટકો કરનારા, હવે કોંગ્રેસને જીવંત કરવાની વાતો કરે છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube