vijay rupani

માત્ર પાટીદારોનું નહી સમગ્ર હિંદુ સમાજના આસ્થાનું કેન્દ્ર બનશે વિશ્વ ઉમિયા ધામ

શહેરના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ ઉંચા જગત જનની માં ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીનું મંદિર નિર્માણ સમારંભમાં સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને મહંતો ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણી હાજર રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર ભુપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ પણ મદદ કરી, નવા મુખ્યમંત્રીએ પણ મદદ કરી છે  હું તો વચ્ચે જ રહેવાનો જ છું. 

Nov 22, 2021, 10:51 PM IST

ગઈકાલે રાજકોટમાં ગાયબ રહેલા વિજય રૂપાણી આજે બોલ્યા, મારા અને પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી

રાજકોટનું રાજકારણ અને વિજય રૂપાણીની નારાજગીની રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યું છે. પાટીલ (cr patil) ની રાજકોટ મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ની શહેરમાં ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. ત્યારે આજે રાજકોટ પહોંચેલા વિજય રૂપાણીએ તેમના અને પાટીલ વચ્ચે કોઈ નારાજગી નથી તેવી સ્પષ્ટતા કરી.

Nov 21, 2021, 03:53 PM IST

પાટીલની મુલાકાત સમયે જ રૂપાણી-વજુભાઈ રાજકોટમાંથી ગાયબ, ત્યારે જૂથવાદ વિશે પાટીલે કરી મોટી વાત

  • ભારે રાજકીય ઉહાપોહ વચ્ચે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટના પ્રવાસે
  • એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ હેમુગઢવી હોલમાં કાર્યકરોને કરશે સંબોધિત

Nov 20, 2021, 10:52 AM IST

ગુજરાતમાં CM બદલાયાને 65 દિવસ થઈ ગયા, પણ રાજકોટ ભાજપ હજુ રૂપાણીને જ મુખ્યમંત્રી માને છે!

ગૌરવ દવે, રાજકોટઃ ભાજપના કેન્દ્રિય મોવડી મંડળે દેશના ઈતિહાસમાં પહેલીવાર નો રિપીટ થિયરી અપનાવીને સીએમ, ડેપ્યુટી સીએમ સહિત સરકારના તમામ મંત્રીઓને બદલીને આખી નવી સરકારને રાજ્યના સંચાલનની જવાબદારી સોંપી છે. વિજ્ય રૂપાણી અને તેમના મંત્રી મંડળના રાજીનામાં બાદ ગુજરાતમાં નવું મંત્રી મંડળ બન્યું.

Nov 17, 2021, 11:37 AM IST

રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ, સ્નેહમિલનની પત્રિકામાંથી દિગ્ગજ નેતાઓના નામ ગાયબ

રાજકોટ ભાજપ (rajkot bjp) માં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયું છે. 15 નવેમ્બરને યોજાનારા પાર્ટીના ભવ્યાતિભવ્ય સ્નેહમિલનની પત્રિકામાં ધારાસભ્યો અને સાંસદોના નામ ન છપાતા વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ ગણાતા સાંસદ મોકરિયા, મોહન કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ સ્નેહમિલન પત્રિકમાંથી અદ્રશ્ય થયું છે. 

Nov 13, 2021, 01:35 PM IST

જવાબદારીમાંથી મુક્ત થયેલા વિજય રૂપાણી દીકરી-જમાઈના ઘરે દિવાળી ઉજવવા લંડન ગયા

ગત મહિને ગુજરાતના રાજકારણ (gujarat politics) માં મોટી હલચલ થઈ હતી, અને તખતો પલટાયો હતો. સંવેદનશીલ કહેવાતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજીનામુ આપ્યુ હતું, અને ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી (gujarat cm) બન્યા હતા. ત્યારે હવે વિજય રૂપાણી હાલ પક્ષની અનેક જવાબદારીઓમાંથી મુક્ત થયા છે. હવે તેઓ પોતાની સામાજિક જિંદગીમાં પરત ફર્યાં છે. ત્યારે જવાબદારીમાંથી મુક્ત થયેલા વિજય રૂપાણી હાલ દિવાળી વેકેશન માટે વિદેશમાં રહેતી દીકરીના ઘરે પહોંચ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિજય રૂપાણી લંડનમાં 17 દિવસના દિવાળી વેકેશન પર ગયા છે. 

Oct 28, 2021, 09:42 AM IST

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કારોબારી (National Executive Committee) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. પણ સાથે જ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને કારોબારીમાં સ્થાન અપાયુ છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લિસ્ટ જાહેર કરીને આ નામ આપ્યા છે. 

Oct 7, 2021, 02:17 PM IST

રાજકારણથી લઈને ખેલના મેદાન સુધી ઉથલપાથલ....એક જ અઠવાડિયામાં 3 દિગ્ગજોના રાજીનામા પડ્યા

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પોતાના પદેથી રાજીનામું આપતા માત્ર પંજાબ જ નહીં પરંતુ દેશના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો છે. તેમણે શનિવારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી દીધુ. એક જ અઠવાડિયામાં રાજીનામું આપનારા અમરિન્દર સિંહ બીજા મુખ્યમંત્રી છે. 

Sep 19, 2021, 06:55 AM IST

ખુરશી છોડ્યા બાદ પ્રથમવાર રાજકોટ પહોંચેલા રૂપાણીએ કહ્યુ- ખુબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું

નિર્ણય કર્યો તેની બધી પ્રક્રિયા પૂરી કરી છે. નવા મંત્રીમંડળને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

Sep 16, 2021, 09:29 PM IST

હો હા કરતા નવા મંત્રીઓની શપથવિધિ તો થઈ ગઈ, પણ નવરા પડેલા આ નેતાઓ હવે શું કરશે?

ગુજરાત ભાજપ (gujarat bjp) માં નવી સરકારની શપથવિધિ (gujarat cabinet) એક ભવાઈ જેવી બની રહી. એક અઠવાડિયાથી ચાલી રહેલા નાટક પર આખરે આજે સસ્પેન્સ ઉઠ્યું છે. મુખ્યમંત્રી (Gujarat CM) સહિત કુલ 25 મંત્રીઓની આજે શપથવિધિ યોજાઈ હતી. નો રિપીટ થિયરી લાવીને ભાજપે ખુદ પોતાના ધારાસભ્યોને જ સરપ્રાઈઝ આપ્યું છે. રૂપાણી સરકારના એક પણ નેતાને સ્થાન આપવામાં આવ્યુ નથી. ત્યારે આ નેતાઓનું હવે શુ એ મૂંઝવતો પ્રશ્ન છે. આ નેતાઓનો ભાજપમાં શુ રોલ હશે.

Sep 16, 2021, 04:36 PM IST

Video: નીતિન પટેલને જોતા જ દિગ્ગજ નેતાઓ ઊભા થઈ ગયા, આ નેતાએ તો ખભે હાથ મૂકી આપ્યો આવકાર

પાટનગર ગાંધીનગર ખાતે આજે નવી સરકારના મંત્રીઓની શપથવિધિનો સમારોહ યોજાઈ ગયો. રાજભવનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ હશે. આજે 24 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. 

Sep 16, 2021, 02:57 PM IST

ભાજપમા નવાજૂનીના એંધાણ? નારાજ નીતિન પટેલ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલાને મળ્યા 

ગાંધીનગરમાં નવા મંત્રીઓના શપથવિધિ (cabinet reshuffle) સમારોહના ધમધમાટ વચ્ચે એક મોટી રાજકીય હલચલ થઈ છે. શપથવિધિ સમારોહની વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓની નારાજગી બહાર આવી છે. જેમાં રાજીનામુ આપનાર વિજય રૂપાણી (Vijay Rupani), નીતિન પટેલ (Nitin Patel) અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની નારાજગીની ચર્ચા ચાલી રહી છે. જેમને મનાવવા માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલુ જ નહિ, આ રિસામણા-મણામના વચ્ચે નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (shankarsinh waghela) ને મળ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. 

Sep 15, 2021, 12:30 PM IST

CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણ યથાવત, કોનું કપાશે પત્તું અને કોને સ્થાન, જુઓ આ રહ્યું સંભવિત લિસ્ટ

વિજય રૂપાણીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળી લીધો છે. આગામી 16 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજાશે

Sep 14, 2021, 02:25 PM IST

Vijay Rupani ના રાજીનામાથી હરિયાણાના જાટ નેતાઓ ખુશખુશાલ?

આ બધામાં સૌથી વધુ ઉત્સાહિત હરિયાણામાં ભાજપના જાટ નેતાઓ જોવા મળી રહ્યા છે. 

Sep 14, 2021, 09:21 AM IST

Vijay Rupani ને હવે શું ગુજરાતના રાજકારણથી પણ દૂર કરી દેશે ભાજપ?

ગુજરાત (Gujarat) ના નાથ હવે વિજય રૂપાણી (Vijay Rupani) ની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયા છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજીનામા બાદ વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ આગળ શું નિર્ણય લેવાશે તે તો સમય જ જણાવશે. 

Sep 14, 2021, 07:40 AM IST

નવા CM પર આવી પડેલી કુદરતી આફતને ખાળવા માટે પૂર્વ CM વિજય રૂપાણી પણ કામે લાગ્યા

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ ખુબ જ ભયાનક છે. તેવામાં ગુજરાતમાં આજે જ ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાર્યકાળ સંભાળ્યો છે. તેવામાં આવી પડેલી સ્થિતિમાં તેઓ માટે આ ખુબ જ વિપરિત પરિસ્થિતિ છે. હજી સુધી તેઓ તંત્ર સાથે તાલમેલ સાધી પણ નથી શક્યા ત્યાં આવડી મોટી આફત ગુજરાત પર આવી પડી છે. તેમ છતા પણ સરકાર પોતાની રીતે શક્ય તેટલા પ્રયાસો અને રાહત તથા બચાવકામગીરી ચલાવી રહી છે. 

Sep 13, 2021, 05:23 PM IST

મુખ્યમંત્રી નિવાસસ્થાને લાગણી સભર દ્રશ્યો સર્જાયા, રૂપાણીએ સ્ટાફનો માન્યો આભાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર (Gandhinagar) ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી. 

Sep 13, 2021, 02:00 PM IST

Patidar Andolan થી થયેલા નુકસાનને ભૂલી નહી ભાજપ, ભૂપેન્દ્ર પટેલને CM બનાવી એક તીર અનેક નિશાન સાધ્યા

વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની તાજપોશી પાટીદાર વોટ સાથે જોડીને જોવામાં આવી રહી છે. કારણ કે વર્ષ 2017 ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના લીધે ભાજપને ખૂબ મુશ્કેલીઓ થઇ હતી. 

Sep 13, 2021, 09:29 AM IST

Bhupendra Patel એ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM એ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

ગુજરાત (Gujarat) ના નવા મુખ્યમંત્રીના ઘરે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના ખુશી માહોલ છે. પાડોશીઓએ મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલની પસંદગી ન થતાં તેઓ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.

Sep 13, 2021, 09:03 AM IST