અમદાવાદ :ગુજરાત (Gujarat) માં હાલ દારૂબંધી (Liquor Ban) છે કે નહિ તે પ્રશ્ન હવે નેશનલ મુદ્દો બની ગયો છે. દારૂબંધી મુદ્દે રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત વચ્ચે વાકયુદ્ધ ખેલાયું હતું. જેમાં રાજસ્થાન સરકારે ગુજરાતમાં દારૂ મળે છે તેવી વાત કરી હતી. ત્યારે હવે રાજ્ય (Gujarat Police) ની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે. આ વચ્ચે જ ગુજરાતમાં બે સ્થળોથી મોટી સંખ્યામાં દારૂ પકડાયો છે. બનાસકાંઠામાં 2 લાખનો દારૂ, તો ગાંધીધામના ભચાઉમાંથી 5.76 લાખનો દારૂ પકડાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : બે બૂટલેગરોની લડાઈમાં વિદ્યાર્થીનો ભોગ લેવાયો, ફાયરિંગમાં એક ગોળી રસ્તે ચાલતા યુવકને વાગી


બનાસકાંઠા બોર્ડર પાસેથી પકડાયો દારૂ....
રાજસ્થાનને અડીને આવેલી ગુજરાતની બોર્ડર પાસેથી હંમેશા દારૂ પકડાતો હોય છે. ત્યારે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ છે. થરાદ પોલીસે ચેકીંગ દરમિયાન ખોડા ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં જીપ્સમના સફેદ પાવડરના કટ્ટટાની આડસમાં ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો દારૂ ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસે તપાસ કરી તો ટ્રકમાં કુલ વિદેશી દારૂની 369 બોટલ હતી. જેની કિંમત 1,98,000 રૂપિયા છે. દારૂ સહિત ટ્રક સાથે 7,38,500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. થરાદ પોલીસે ટ્રક ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 


આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ પર કરેલી ટિપ્પણી ભારે પડી


ભચાઉમાં 424 દારૂની બોટલ મળી
બીજી તરફ, ગાંધીધામમાં ભચાઉ તાલુકાના છાડવારા ગામની સીમમાંથી દારૂ પકડાયો છે. ભચાઉ પોલીસે બાવળની ઝાડીમા પડેલી કારમાંથી 424 દારૂની બોટલ પકડી છે. જુદી જુદી બ્રાન્ડની 35 પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. કાર અને દારૂ સાથે 5.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂર્વ કચ્છ એલ સી બીએ વહેલી સવારે કરેલી કાર્યવાહીમાં મોટી સફળતા હાથ ધરાઈ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :