મૌલિક ધામેચા/અમદાવાદ :દારૂબંધી વચ્ચે અમદાવાદ પોલીસે દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ દારૂની હેરાફેરી કરતા લોકો પણ દારૂ હેરાફેરીને લઈને અવનવા નુસખા અજમાવી રહ્યાં છે. આવી જ રીતે રામોલ પોલીસે એક નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપ્યું છે. જેમાં રામોલ પોલીસે બે શખ્સોને ઝડપી દારૂ ભરેલ લોડીંગ રીક્ષા સહીતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ATSએ ઝફર અલી નામનો IS એજન્ટ ઝડપ્યો, ISનું મોડ્યુલ ગુજરાતમાં ઉભુ કરવાની ફિરાકમાં હતો


રામોલ પોલીસે તોસિફ કલાલ અને ઇનાયત જેસડીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંનેની રામોલ પોલીસે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. રામોલ પોલીસને બાતમી મળી કે, કડી તરફથી એક લોડિંગ રીક્ષામાં દારૂ ભરીને CTM તરફ લઈ જવાઈ રહ્યો છે. જે આધારે પોલીસે એક ટીમ વોચમાં ગોઠવી હતી અને શકમંદ લોડિંગ રિક્ષાને ઝડપી પાડી છે. પ્રથમ નજરે જોઈએ તો લોડિંગ રીક્ષા ખાલી જણાઈ આવી હતી, અને પોલીસને ખાલી હાથે પરત ફરવુ પડશે તેવુ લાગ્યું હતું. પણ જ્યારે લોડિંગ રિક્ષાની બોડી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે લોડિંગ રીક્ષા અંદર ચોર ખાના બનાવવામાં આવ્યા છે. જે ખોલીને જોતા અંદરથી 151 દારૂની બોટલ મળી આવી હતી. આ બોટલ અને લોડિંગ રીક્ષા સાથે પોલીસે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી છે. તો વધુ તપાસમાં દારૂ રાજસ્થાનથી કડી લાવ્યા બાદ કડીથી અલગ અલગ શહેરમાં મોકલતા હોવાનું ખૂલ્યું છે. જેની પણ રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે તેવું રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ દવેએ જણાવ્યું. 


Photos : કન્યા અને વર બંને કમાન્ડો, સુરતના સમૂહ લગ્નમાં લેશે સાત ફેરા...


એવું પણ નથી કે રામોલ પોલીસે છુપી રીતે લઈ જવાતો દારૂ પહેલી વાર ઝડપયો છે. આ પહેલા પણ રામોલ પોલીસે ઘરમાં છુપી રીતે બનાવેલ ભોંયરામાં સંતાડી રાખેલ દારૂ, બોલેરો કારની છતમાં ચોર ખાનું બનાવીને લઈ જવાતો દારૂ, એમ્બ્યુલન્સમાં છુપી રીતે લઈ જવાતો દારૂ તેમજ બસ અને અન્ય રીતે છુપી રીતે લઈ જવાતા દારૂ ઝડપી પાડ્યા છે. 2018થી હાલ સુધી 12 જેટલા કેસ કરી કાર્યવાહી કરી છે.. તે દરેકમાં અલગ અલગ પેટર્નથી દારૂ છુપાવીને લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. આમ, હવે પોલીસે નવીનતમ મોડ્સ ઓપરેન્ડી સાથે દારૂની હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. જે સૂચવે છે કે, ગુનેગારો કેટલા પણ શાતિર હોય છે અને કેવા નવા નવા નુસ્ખા અપનાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....