Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત યુનિવર્સીટી કવાર્ટરમાં દારૂની મહેફિલ થતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા સિક્યોરિટીના કર્મચારી અને પોલીસ વિભાગમાં વોચર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. ગુજરાત યુનિવર્સીટીના કવાર્ટરમાં હાથમાં દારૂના ગ્લાસ સાથે નશામાં ધુત થઈ સિક્યોરિટી તેમજ પોલીસ વિભાગનો કર્મચારી ડાન્સ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત યુનિવર્સીટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પિત્તળદીન 14 જૂને નિવૃત્ત થવાના હોવાથી દારૂની પાર્ટી કરાયાનું અનુમાન છે. ગુજરાત યુનિવર્સીટી ખાતે ફરજ બજાવતા પોલીસ વિભાગના ઈશ્વરભાઈ પણ પાર્ટીમાં નાચતા નજરે પડી રહ્યા છે. ASI ઈશ્વરભાઈ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં વોચર તરીકે ફરજ બજાવે છે.



સામાન્ય રીતે ઈશ્વરભાઈ સતત ગુજરાત યુનિવર્સિટીમાં જ નજરે પડતા હોય છે, જેના કારણે સિક્યોરિટી કર્મચારીઓ સાથે તેમના ગાઢ સંબંધો બન્યા છે. ગુજરાત યુનિવર્સીટી મેદાન પાસે આવેલા સ્ટાફ કવાર્ટર ખાતેનો વીડિયો હોવાનું અનુમાન છે. સરકારી કવાર્ટરમાં કરાયેલી દારૂ પાર્ટી મામલે બંને સામે ગુજરાત યુનિવર્સીટી તેમજ પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સવાલ?