Live Death Video પંચમહાલ : હાર્ટએટેક આવવાના કિસ્સા એટલા વધી ગયા છે કે, લોકોને હવે છાતીમાં દુખે તો ડર લાગે છે. ચાલતા ચાલતા માણસનું ઢળી પડવું, લગ્નમાં નાચતા નાચતા હાર્ટએટેક આવવો આવા કિસ્સા હાલ ચારેતરફથી સંભળાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં વધુ એક કિસ્સો બન્યો છે. વરઘોડામાં નાચતા નાચતા એક યુવક જમીન પર ઢળી પડ્યો હતો. દુખની વાત તો એ છે કે, જે સમયે યુવકને હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને ઉપાડીને ડાન્સ કરી રહ્યો હતો. જેથી બંને નીચે પડ્યા હતા. જેના બાદ યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, મોરવા હડફના રજાયતા ગામમાં ડાન્સ કરતા સમયે એક યુવકને મોત મળ્યું છે. લગ્ન પ્રસંગમાં વરરાજાને ડીજેના તાલે નચાવતાં વરરાજાના મિત્ર યુવક અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. યુવકને અચાનક બેભાન અવસ્થામાં વરરાજા સાથે ઢળી પડ્યો હતો. જેથી ડીજેમાં દોડધામ મચી ગઇ હતી. યુવક બેભાન થયા બાદ હોંશમાં આવ્યો જ નહ તો. તેથી બેભાન અવસ્થામાં ફેરવાયેલા યુવકને સંતરામપુર સારવાર માટે લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું નીપજ્યું મોત હતું.


બળાત્કારનો આરોપી મેડિકલ ટેસ્ટમાં નપુસંક નીકળ્યો, યુવતી ભર કોર્ટમાં એવી ભોંઠી પડી


ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ જાહેર, સરકારી નોકરી માટે વધુ એક તક