Porbandar News : બાબુમોશાય, જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે... તેને તમે કે હું તેને બદલી શકતા નથી... આપણે બધા રંગમંચની કઠપૂતળી છીએ, જેની શક્તિ ભગવાનની આંગળીઓમાં બંધાયેલી છે... જ્યારે જ્યારે અણધાર્યા મોતના કિસ્સા આવે છે ત્યારે ત્યારે આનંદ ફિલ્મનો રાજેશ ખન્નાનો આ ડાયલોગ યાદ આવે છે. આજના સમયમાં જે રીતે લોકોને પ્રસંગોમાં મોત આવી રહ્યાં છે, તે ભલભલાને હચમચાવી દે તેવા છે. પોરબંદરના કુતિયાણામાં એક વ્યક્તિને વહુના સીમંતના પ્રસંગમા નાચતા નાચતા મોત આવ્યું છે. આ ઘટનાનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુતિયાણામાં ખુશીનો પ્રસંગ મોતમાં ફેરવાયો. દિનેશ બારોટ નામના વ્યક્તિનું હાર્ટએટેકના કારણે ચાલુ પ્રસંગમાં મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકની ઘટનાના વીડીયો ફૂટેજ સામે આવ્યા છે. જે બહુ જ ચોંકવાનારા છે. બારોટ પરિવારમાં વહુના સીમંતનો પ્રસંગ લેવાયો હતો, ચારેતરફ ખુશીનો માહોલ હતો. લોકો નાચગાન કરી રહ્યા હતા. 


 


આ શાપિત ગ્રંથને આજદિન સુધી કોઈ આખો વાંચી શક્યું નથી, પૂરો થતા પહેલા જ મોત આવે છે!


આવામાં વહુના સીમંત પ્રસંગમાં સસરા દિનેશભાઈએ નાગીન ડાન્સ કર્યો હતો. તેમણે લાંબો સમય નાગીન ડાન્સ કર્યો હતો, અને મજા માણી રહ્યા હતા, ત્યાં અચાનક તેઓ ઢળી પડ્યાહતા. આમ, શ્રીમંત પ્રસંગે ડાન્સ કરતા સસરાને હાર્ટ એટેક આવ્યો હતો. દિનેશભાઈને હાર્ટએટેક આવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો.


મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશા