આ શાપિત ગ્રંથને આજદિન સુધી કોઈ આખો વાંચી શક્યું નથી, પૂરો થતા પહેલા જ મોત આવે છે!
Nilawati Shrapit Granth: ભારતમાં અગણિત ગ્રંથ લખાયેલા છે. જેમાં કોઈ ગ્રંથ દરેક જનરેશનને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. લોકોને ધર્મના રસ્તે ચાલવાનું શીખવાડે છે. તેથી આ મહાકાવ્યો, ગ્રંથોનું પઠન-કરવું બહુ જ શુભ અને લાભદાયી માનવમાં આવે છે. પરંતુ આપણા દેશમાં એક એવો શાપિત ગ્રંથ પણ લાખોય છે, જેના વિશે કહેવાય છે કે, તેને વાંચનાર વ્યક્તિનું મોત થઈ જાય છે અથવા તો તે પાગલ બની જાય છે. આ શ્રાપિત કે શાપત ગ્રંથ છે નીલાવંતી ગ્રંથ.
અત્યંત સુંદર સ્ત્રી હતી નીલાવંતી
આ ગ્રંથને લઈને બે મત પ્રચલિત છે. એક મત અનુસાર, આ ગ્રંથ યક્ષિણીએ લખ્યો હતો, તો કોઈનુ કહેવું છે કે, આ નીલાવંતી ગ્રંથ એક શક્તિશાળી તાંત્રિકે લખ્યો હતો.
કથાઓ અનુસાર, પ્રાચીન કાળમાં એક બહુ જ શક્તિશાળી તાંત્રિક હતો. જેને નીલાવંતી નામની એક સુંદર યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ નીલાવંતીએ તાંત્રિકના પ્રેમને સ્વીકાર્યો ન હતો. જેનાથી તાંત્રિક ક્રોધિત થઈ ગયો હતો અને તેણે નીલાવંતીને શ્રાપ આપ્યો હતો. સાથે જ તાંત્રિકે એક પુસ્તક પણ લખ્યુ હતું, જેમાં નીલાવંતીની કહાની હતી, અને તેને શ્રાપિત કરાઈ હતી. તેણે કહ્યું કે, જે કોઈ પણ આ પુસ્તક ખોલશે, તે નીલાવંતીના શ્રાપનો શિકાર બની જશે અને તેની જિંદગી બરબાદ થઈ જશે.
અનેક લોકો શ્રાપિત થયા છે
કહેવાય છે કે, તાંત્રિકના મૃત્યુ બાદ આ પુસ્તક એક લાઈબ્રેરીમાં પહોંચ્યુ હતું. જ્યાં જેણે પણ આ પુસ્તક વાંચવાનો પ્રયાસ કર્યો, તે પાગલ થઈ ગયો, અથવા તો તેનું મૃત્યુ થઈ ગયું. તો આ ગ્રંથને વાંચનારા કેટલાક લોકો સાથે અજીબોગરીબ ઘટના બનવા લાગી હતી. નીલાવંતી ગ્રંથને લઈને અનેક મિથ ફેમસ છે, ખાસ કરીને તે મહારાષ્ટ્ર અને દક્ષિણી ભારતમાં સૌથી વધુ પ્રચલિત છે.
કેમ પ્રતિબંધિત છે નીલાવંતી ગ્રંથ
હિન્દી સાહિત્યમાં નીલાવંતી ગ્રંથનું વર્ણન મળી રહે છે. અને કહેવાય છે કે, આ ગ્રંથ હવે ક્યાંય મોજૂદ નથી. જોકે, આ વાતનું ક્યાંય પ્રમાણ પણ મળતુ નથી. તો ઈન્ટરનેટ પર કેટલીક સાઈટ્સ પર નીલાવંતી ગ્રંથના કેટલાક અંશ મળી રહે છે, પરંતુ તે અસલી છેકે નહિ તે વાતના કોઈ પુરાવા નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)
Trending Photos