Saurashtra પંથકમાં સિંહોનો લાઇવ શિકાર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
ધારી (Dhari) ના ડાંગાવદર નજીક રોડ પર 2 સિંહો (Lion) એ પશુનું મારણ કર્યું હતું. આ દરમિયાન સિંહોને જોઇને લોકોના ટોળાએ વાહનોને રોકી દીધા હતા.
સાગર ઠાકર, કેતન બગડા, જુનાગઢ/અમરેલી: ગીરનું જંગલ ટૂંકું પડી રહ્યું હોય છેલ્લા કેટલાક સમયથી સિંહો (Lion) રેવન્યુ એરિયામાં આવી રહ્યા છે. ત્યારે જુનાગઢ (Junagadh) ના ભિયાળ અને ધારી (Dhari) ના ડાંગાવદર નજીક સિંહોએ પશુઓનું મારણ કર્યું હતું. ચોમાસામાં સિંહો ભૂખ ઉઘડતી હોય છે. જેથી સિંહો ચોમાસામાં શિકારની શોધમાં ગામડાઓ તરફ વળે છે પશુઓની મારણ કરે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધારી (Dhari) ના ડાંગાવદર નજીક રોડ પર 2 સિંહો (Lion) એ પશુનું મારણ કર્યું હતું. આ દરમિયાન સિંહોને જોઇને લોકોના ટોળાએ વાહનોને રોકી દીધા હતા.
તો આ તરફ જુનાગઢ (Junagadh) તાલુકાના વડાલ નજીક ભિયાળ ગામે ગત રાત્રે 4 સિંહોનું ટોળું આવી ચઢ્યું હતું. આ સિંહોના ટોળાએ સોમાભાઇ રાણાભાઇ લાંબારીયાના 28 જેટલા ઘેંટા-બકરાંનો એકસાથે શિકાર કર્યો હતો અને 13ને ઘાયલ કર્યા હતા.
બનાવને લઇને સોમાભાઇએ ગામના સરપંચ હરસુખભાઇને જાણ કરી હતી. સંરપંચે વન વિભાગે જાણ કરી હતી અને સિંહને પાંજરા મુકીને પકડવા માટે માંગ કરી હતી. 28 પશુના મારણ કરતા ગામ લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube