પીએમ મોદી દાહોદ પહોંચ્યા, કરોડો રૂપિયાના વિકાસકામોની આપશે ભેટ; આદિજાતિ મહાસંમેલનમાં કરશે સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત આદિવાસી મહાસમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે. પ્રધાનમંત્રીને આદિવાસી ઓળખ એવી વિશેષ પાઘડી પહેરાવવામાં આવશે.
ઝી ન્યૂઝ/દાહોદ: પીએમ મોદી દાહોદને 22,000 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપવા પહોંચ્યા છે. દાહોદમાં 1259.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ ઉપરાંત 20550.15 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ કરશે. તથા પ્રધાનમંત્રી મોદી દાહોદ જિલ્લા પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત આદિવાસી મહાસમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે. પ્રધાનમંત્રીને આદિવાસી ઓળખ એવી વિશેષ પાઘડી પહેરાવવામાં આવશે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના સરપંચ વરસિંગ ભાભોર પોતાની વિશેષ પાઘડી પહેરવા માટે પ્રખ્યાત છે. 51 મીટર લાંબા કપડાંમાંથી 1 ફૂટ ઘેરાવની પાઘડી પહેરે છે. પાઘડી પહેરવા માટે 1 કલાકથી વધુનો સમય થાય છે. આજે પાઘડી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પહેરાવશે. મુખ્યમંત્રી તરીકે દાહોદની અગાઉની મુલાકાત સમયે નરેન્દ્ર મોદી આ પાઘડી 21 વાર પહેરી ચુક્યા છે.
દાહોદથી પીએમ મોદી Live:
- આદિવાસી મહાસમેલનમાં પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય સરકારના મંત્રીઓ, 5 આદિવાસી જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો, આદિવાસી આગેવાનો ઉપસ્થિત
દાહોદમાં કરોડોના વિકાસકાર્યોની રૂપરેખા
દાહોદ રેલ્વે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર 9 હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં પણ સંબોધન કરશે. આ મહાસંમેલનમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરના 2 લાખથી વધુ લોકો જોડાશે.
પ્રધાનમંત્રી મોદીના મહાસંમેલન માટે દાહોદમાં એશિયાનો સૌથી મોટો ફાયર સેફ્ટી સાથેનો 17.98 લાખ ક્ષેત્રફળ ધરાવતો ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 14 લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં 7 ડૉમની હરોળ છે. જે પૈકી 5 જર્મન ડૉમ છે. આટલો વિશાળ ડોમ હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. તો ઉનાળાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત વોટર સ્પ્રેયરથી વાતવરણને ઠંડું રાખવા ખાસ વ્યવસ્થા ગોઠવી છે.
PM મોદી આજે દાહોદ રેલ્વે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી નિર્માણ થનારા 9 હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શીલાન્યાસ કરશે. આજે જ પીએમ મોદી આજે દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને કુલ 21809.79 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ ધરવાના છે. દાહોદનાં 1259.64 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા 20550.15 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.
જનકલ્યાણના વિવિધ વિકાસકાર્યોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કીલ ડેવલપમેન્ટ, જળસંચયના કામો, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાઓ સાથે દાહોદ સ્માર્ટસીટી તરીકે મહાનગરોમાં જોવા મળતી સુવિધાઓ પણ આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાને મળશે. જેમાં આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટ સીટી તરીકે એક નવા સ્તરે લઇ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાદ્યુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. 151.04 કરોડ રૂપિયાના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું ખરોડ ખાતે યોજાનારા ‘આદિજાતિ મહાસંમેલન’માં લોકાર્પણ પ્રધાનમંત્રીશ્રી કરશે.
આજે પ્રધાનમંત્રી મોદી દાહોદના ખરોડ ખાતેની સબજેલ પાસે આવેલા મેદાનમાં અંદાજે બે લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે. જે અંગે અગાઉથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. કાર્યક્રમમાં પીએમ મોદી દાહોદ જિલ્લાના લોકોને હજારો કરોડના વિકાસકામોની ભેટ અર્પણ કરશે. કાર્યક્રમ બપોરના 3થી 5 વાગ્યા દરમિયાન યોજાશે.
ગત વર્ષની ગણતરી મુજબ દીપડાની સંખ્યા 143 થઇ છે. એને કારણે માનવ મૃત્યુ તેમજ માનવ ઇજાના બનાવો પણ ઘણા બન્યા છે. રાજ્યમાં દીપડાની વસતિની દૃષ્ટિએ દાહોદ જિલ્લો બીજા નંબર પર આવે છે. દાહોદ જિલ્લામાં દીપડાની વસતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વન્યપ્રાણી દ્વારા માનવ ઘર્ષણ ઘટાડવા હેતુ તેમજ માનવભક્ષી દીપડાઓ દ્વારા થતો રંજાડ અટકાવવા હેતુના નિવારાત્મક પગલાના ભાગરૂપે ઊચવાણ ગામે જંગલ એનિમલ કેર-સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદીના હસ્તે આજે લોકાર્પણ થશે. દેવગઢ બારિયાના એનિમલ કેર સેન્ટર રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
દાહોદના અંતરિયાળ વિસ્તારમાં પીએમ મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. સાથે જ ઓક્સિજન પ્લાન્ટ નું પણ અહીં નિર્માણ કરાશે. એટલું જ નહીં આ સાથે પીએમ મોદી. દાહોદ સ્માર્ટસિટીના આઇસીસીસી-આઇટી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે. જ્યારે પ્રધાનમંત્રી મોદી અહીં આવેલાં મીરાખેડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે પીએમ મોદી સુએજ પ્રોજેક્ટ તેમજ સોલિડ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. નર્મદાના નીર બધાને મળી રહે તે આશયથી હાફેશ્વર યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube