વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું
Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાને કારણે બપોરે 12 વાગ્યા સુધી 117 તાલુકામાં વરસાદ...સૌથી વધુ જામનગરમાં 5 ઈંચ, માંડવી, અંજાર અને દ્વારકામાં ચાર-ચાર ઈંચ વરસાદ....અનેક જગ્યાએ ભરાયા પાણી....
Gujarat Cyclone Latest Update : બિપોરજોય ચક્રવતની દ્વારકામાં પણ મોટી અસર જોવા મળી. આખી રાત દ્વારકાવાસીઓએ ફફડાટમાં વિતાવી હતી કે, શું વાવાઝોડું આ કૃષ્ણની નગરીને શું કરશે. પરંતુ સવાર થતા જ તેઓ ખુશીથી મલકાયા હતા કે, દ્વારકાધીશે દ્વારકા પર આવેલું સંકટ ટાળ્યું હતું. વાવાઝોડાને ભારે પવન અને વરસાદને કારણ દ્વારકામાં ખાનાખરાબી સર્જાઈ છે. પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ. જેથી દ્વારકાના લોકોએ શ્રીકૃષ્ણનો આભાર માન્ય હતો. તેઓએ કહ્યું કે, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું. દ્વારકામાં આજ સુધી એક પણ સંકટ આવ્યું નથી. ચક્રવાતની અસરમાં દ્વારકાધીશ મંદિરની ધજા ક્ષીણ થઈ ગઈ છે.
દ્વારકા પર આજ દિન સુધી કોઈ સંકટ નથી આવ્યું
સવાર બાદ દ્વારકામાં હવે જનજીવન ફરી પુનઃવર્ત થયું છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. બિપરજોય ચક્રવાતને કારણે દ્વારકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભદ્રકાલી ચોકમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. ત્યારે વરસાદ ઓછો થતા બહાર નીકળેલા દ્વારકાવાસીઓએ કહ્યું કે, રાત્રે ઘરમાં હતા પવનના સુસવાટા અને વરસાદ ધોધમાર વરસ્યો. 52 વર્ષમાં ક્યારેય આવું વાવાઝોડું નથી જોયું. રાત્રે લાઈટ નહોતી જેથી મીણબતી લઈને રાત કાઢી. દ્વારકાધીશે અમારા પર આવેલું સંકટ પોતાની ઉપર લઈ લીધું. દ્વારકામાં આજ સુધી એક પણ સંકટ આવ્યું નથી.
9 પશુઓના મોત, 5 લોકોને સામાન્ય ઈજા
SDM પાર્થ તલસાણીયાએ માહિતી આપતા જણાવ્યું કે, આ વાવાઝોડામાં 9 પશુઓના મોત, પાંચ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ છે. અત્યાર સુધીમાં 143 વૃક્ષ ધરસાઈ થયાની ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ આવી છે. સંખ્યાબંધ વીજ પોલ ધરાશાયી થયા છે. મોટા ભાગના ગામડાઓમાં હાલ વીજ વિક્ષેપ છે. આવામાં રસ્તાઓ પર પડી ગયેલા વૃક્ષો હટાવવાની કામગીરી ચાલુ છે. બેટ દ્વારકા ટાપુ પર પણ વૃક્ષો પડ્યા, વીજ પોલ ધરાસયી થયા છે. PGVCL અને GETCOની ટીમો દ્વારા વીજ પોલ ઉભા કરવા અને વીજ વાયરો ફિટિંગની કામગીરી શરૂ કરાઈ છે.
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું, આ દિવસે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે
સાચું કોણ? સરકારી ચોપડે મોતનો આંક ઝીરો, પણ NDRF કહે છે લેન્ડફોલ પહેલા બે ના મોત થયા
આખી રાત લોકોએ વાવાઝોડાના ભયમાં વિતાવી, જુઓ કચ્છના ગાંધીધામથી તબાહીના દ્રશ્યો