આખી રાત લોકોએ વાવાઝોડાના ભયમાં વિતાવી, જુઓ કચ્છના ગાંધીધામથી તબાહીના દ્રશ્યો

Gujarat Weather Forecast : કચ્છ પર ત્રાટકેલા વાવાઝોડાની સૌથી મોટી અસર ગાંધીધામમાં જોવામળી છે. ગાંધીધામમાં બિપોરજોય વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી. હાલ ગાંધીધામમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરકાવ. હાલ 25 મીટર દૂર પણ ન જોઈ શકાય તેવો અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તો ઘરોમાં વીજળી પણ નથી, વીજપોલ ધરાશાયી થવાથી વીજ પુરવઠો ખોરવાયો છે. 

1/6
image

કચ્છના ગાંધીધામમાં જળબંબાકારની સ્થિતિ....શહેરના તમામ માર્ગો ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબ્યા...ગાંધીધામ અને નજીકના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ભરાયા પાણી...વીજ પુરવઠો ખોરવાયો

2/6
image

ગાંધીધામમાં મોડી રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદથી ગાંધીધામમાં જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયું છે. ગાંધીધામના તમામ માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. શહેરમાંથી પસાર થતા હાઈવેના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે. ગાંધીધામ પંથક વાવાઝોડાના કારણે થંભી ગયા છે.  

3/6
image

ભારે વરસાદના કારણે ગાઁધીધામમાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. ગાંધીધામમાં વીજ પુરવઠો ગુરુવાર રાત્રેથી ઠપ્પ થયો છે. ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું છે.

4/6
image

સમગ્ર ગાંધીધામ હાલ થંભી ગયું છે. વાહનની 25 મીટર દૂર પણ ન જોઈ શકાય એટલો અતિ તીવ્ર વરસાદ વરસી રહ્યો છે. હાલ વરસાદની તિવ્રતા ઓછી થતા આંશિક રાહત જોવા મળી છે. 

5/6
image

6/6
image