અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Toycathon 2021 ના સ્પર્ધકો સાથે ચર્ચા થઇ ગઇ છે. તે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા સંવાદ કરી રહ્યા છે. આ આયોજનનો હેતું ભારતને રમકડાંનું હબ બનાવવા પર ભાર મુકવાનો છે. સાથે જ રમકડાં બનાવવા અને ગેમ્સના નવા વિચારોને ક્રાઉડ-સોર્સ દ્વારા આમંત્રિત કરવાનો છે. ભારતમાં રમકડાં ઇંડસ્ટ્રીના વિસ્તાર પર સરકાર સતત ભાર મુકી રહી છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે બાળકોની પ્રથમ પાઠશાળા જો પરિવાર હોય છે તો, પહેલું પુસ્તક અને પહેલો મિત્ર, રમકડાં જ હોય છે. સમાજ સાથે બાળકોનો પહેલો સંવાદ તે રમકડાંના માધ્યમથી થાય છે. 


પીએમ મોદીએ આગળ કહ્યું કે ''ગ્લોબલ ટોય માર્કેટ લગભગ 100 બિલિયન ડોલરનું છે. તેમાં ભારતની ભાગીદારી ફક્ત દોઢ બિલિયન ડોલર આસપાસની છે. આજે આપણે જરૂરિયાતોને પણ લગભગ 80 ટકા રમકડાં આયાત કરીએ છીએ. એટલે કે તેના પર દેશના કરોડો રૂપિયા બહાર જઇ રહ્યા છે. આ સ્થિતિને બદલવી ખૂબ જરૂરી છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતાં વિદ્યાર્થીઓએ પોત પોતાન ગેમ્સ વિશે પીએમ મોદીને જાણકારી આપી હતી. નરેન્દ્ર મોદીએ પણ તેમને ગેમને સારી બનાવવ માટે કેટલાક સૂચનો આપ્યા હતા. પીએમ મોદીને સૌથી પહેલી ટીમે પોતાની એપ વિશે જણાવ્યું હતું. જોકે બોડી પોઝ ઠીક કરવામાં મદદ કરે છે. આ ટીમ ચેન્નઇના KCG  કોલેજ ઓફ ટેક્નોલોજીની હતી. ટીમે ગેમિંગ દ્વારા યોગના પ્રચારની રીત શોધી કાઢી હતી. મોદીએ કહ્યું કે ટેક્નોલોજી અને ટ્રેડિશનનું મિશ્રણ કર્યું છે, જેમાં યોગને દૂર સુધી પહોંચાડી શકાય છે. 

Petrol-Diesel Car V/S E Car: કેટલી સસ્તી પડશે ઇ-કાર, અહીં સમજો સરળ ભાષામાં


ભારતમાં 150 કરોડ ડોલરનું રમકડાંનું બજાર
Toycathon 2021 માં દેશભરમાં 1.2 લાખ સ્પર્ધકોએ 17 હજારથી વધુ વિચારોને રજિસ્ટ્રર અને પ્રસ્તુત કર્યા છે. તેમાં 1567 વિચારોને ઓનલાઇન Toycathon ગ્રાંડ ફિનાલે માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં રમકડાંનું બજાર 150 કરોડ ડોલરનું છે. તેમાં મોટાભાગનો હિસ્સો વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. 


બીજી ટીમ કોયંમ્બતૂરની હતી. ટીમમાં ફક્ત એક સભ્ય હતો. જેનું નામ અતીક હતું. તેણે હેરિટેઝ રેસ નામની ગેમ બનાવી હતી. તેમાં સાઇકલિંગ અને વર્ચુઅલ હેરિટેઝ સાઇટ સીનને એડ કરવામાં આવ્યા છે. પીએમએ આ ગેમ વિશે સાંભળીને ખુશી વ્યક્ત કરી. નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે અતીકને આ આઇડિયા ક્યાંથી આવ્યો. અતીકે જણાવ્યું કે Toycathon ટીમની મદદથી તેમને તેને બનાવાનો વિશ્વાસ મળ્યો. 

દેશના 12 હજાર કરોડના રમકડાં માર્કેટમાં રાજકોટની ટોય ઇન્ડસ્ટ્રીઝ લાવશે ક્રાંતિ


પીએમ મોદીને ગમ્યું ગેમનું નામ
ત્રીજી ગેમ યૂપીના વિદ્યાર્થીએ બનાવી હતી. વિદ્યાર્થી અભિનવ અને વિવેકે જણાવ્યું કે તેમણે કેમેસ્ટ્રી બોર્ડ ગેમ બનાવી છે. જેથી વિદ્યાર્થીઓની કેમેસ્ટ્રીને સરળતાથી સમજવામાં મદદ મળે અને તેનો ડર ખતમ થઇ જાય. કહેવામાં આવ્યું કે તેમાં સ્પર્ધકે દેશ માટે કેટલીક વસ્તુઓને શોધવી પડશે, તે દરમિયા જે પડાવ આવશે તેના વિશે પણ જણાવ્યું. પીએમ મોદીએ પૂછ્યું હતું કે ગેમનું નામ જામ્યાહમ કેમ રાખવામાં આવ્યું. તેના પર વિદ્યાર્થીએ કહ્યું કે તેનું નામ ગીતા પરથી લેવામાં આવ્યું છે, તેનો અર્થ સર્જન કરવું થાય છે. 


પીએમ મોદીએ તેમને સૂચન કર્યું કે મેપ રીડિંગનું જે ફેક્ટર છે તેના પર કામ કરવામાં આવશે તો આર્મી અને નેવીના ટ્રેની પીરિયડમાં તેના પર કામ કરવામાં આવી શકે છે. મોદીએ કહ્યું કે કેમેસ્ટ્રી જેવા ઉદાસીન વિષયને રસપ્રદ બનાવવામાં આવ્યો છે. 


26 જૂને પરીણામ, 60 લાખની ઇનામ રાશિ
Toycathon 2021 ના સંયુક્ત રૂપથી શિક્ષણ મંત્રાલય, ડબ્લ્યૂસીડી મંત્રાલય, એમએસએમઇ મંત્રાલય, ડીપીઆઇઆઇટી, સૂચના અને પ્રસારણ મંત્રાલય અને એઆઇસીટીઇ દ્વારા 5 જાન્યુઆરી 2021ના રોજ ક્રાઉડ-સોર્સ ઇનોવેટિવ ટોયઝ અને ગેમ્સ આઇડિયાઝ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. Toycathon 2021 ની વિજેતા ટીમની જાહેરાત 26 જૂનના રોજ કરવામાં આવશે. તેમાં 60 લાખની ઇનામી રકમ મળશે. 


દેશભરમાં લગભગ 1.2 લાખ સ્પર્ધકોએ Toycathon 2021 માટે 17000થી વધુ વિચારોને રજિસ્ટ્રર અને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાંથી 1567 વિચારોને 22 જૂનથી 24 જૂન સુધી આયોજિત થનાર ત્રણ દિવસના ઓનલાઇન Toycathon 2021 ગ્રાડ ફિનાલે માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 


કોવિડ 19ના પ્રતિબંધોના લીધે આ ગ્રાંડ ફિનાલેમાં ડિજિટલ ટોય આઇડિયવાળી ટીમો હશે, જ્યારે નોન ડિજિટલ ટોય કોન્સેપ્ટ માટે એક અલગ ફિજિકલ ઇવેંટ આયોજિત કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube