LIVE VIDEO: કેવી રીતે ATMમાં એક સ્ટીલની ચિપ વડે વગર પાસવર્ડે કઢાય છે રૂપિયા
સાયબર ક્રાઇમે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓ એ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATM માં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા.
ઉદય રંજન/અમદાવાદ: SBI બેન્કના ATM મશીનની બહાર સિક્યોરિટી ગાર્ડ નહિ હોવાનો કેટલું નુકસાન ગ્રાહકોને થઈ રહ્યું છે અને કેટલો ફાયદો ઘણા ઠગ લોકોને થઈ રહ્યો છે તેનો લાઈવ વિડીયો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો બતાવવા માટેનો આમારો હેતુ એટલો જ છે જેનાથી લોકો જાગૃત થાય. તો જોવો આ વીડિયો જેમાં કેટલાક ઠગ લોકો SBIના ATMમાં આવે છે અને એક સ્ટીલના બનાવટની ચિપ વડે ATM માંથી વગર પાસવર્ડ રૂપિયા કાઢી લે છે. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ સાયબર ક્રાઇમ બ્રાંચના PSI સોનાલી પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓ એ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATM માં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા. આ તમામ લોકોની મોડેસ ઓપરેન્ડીની જો વાત તમે સાંભળશો તો ચોકી ઉઠશો સાયબર ક્રાઇમના ચોપડે અશોક સિંહ નામનો મુખ્ય આરોપી જે ફરાર છે. તેને સાયબર ક્રાઇમની ગીરફતમાં આવેલા ત્રણેય આરોપીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube