Ahmedabad News : ખાણી પીણીની વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નિકળવાનો સિલસિલો યથાવત છે. હવે અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નિકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને આ કડવો અનુભવ થયો છે. જે અથાણામાંથી મૃત ગરોળી નિકળી તે સાણંદના શુભ અથાણા ભંડારમાં બન્યું હતું અને એક મહિના પહેલા 28મે ના દિવસે પરિવારે વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. રોજ રાવલ પરિવાર થોડા થોડા અથાણાનો ઉપયોગ કરતો હતો. પરંતુ ગઈકાલે અથાણાની બરણીમાંથી ગરોળી નિકળતા પરિવાર ચોંક્યો. દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર થઈ છે. જો કે, પરિવારે એવું તો નહીં જ ધાર્યું હોય તે તેઓ જે અથાણાનો ઉપયોગ કરી રહ્યા છે તેને બનાવતા સમયે જરા પણ ધ્યાન નથી રાખવામાં આવ્યું. અને તે બરણીમાં મૃત ગરોળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહાર વેચાતા ફૂડનો હવે કોઈ ભરોસો કરવા જેવો નથી. હવે એવુ થઈ ગયુ છે કે શુદ્ધ ખોરાકની ગેરેન્ટી કોણ આપશે. ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે ખાઈ રહી છે. અમદાવાદમા અરેરાટી થઈ જાય તેવો કિસ્સો બન્યો છે. હવે અથાણાંમાથી મરેલી ગરોળી નીકળી છે. સાણંદના શુભ અથાણાં ભંડાર નિર્મિત કેરીના અથાણાંમાંથી ગરોળી નીકળી હતી. આ ઘટનાની તપાસ કરવા AMC હેલ્થ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી. આ સાથે જૈન ગૃહ ઉદ્યોગના સંચાલકને આખી ઘટના અંગે કોઈ માહિતી ન હોવાનો તેમણે દાવો કર્યો. તેમણે કહ્યું કે, અમે પાંચ વર્ષથી સાણંદના યુનિટથી માલ ખરીદીએ છે. રાહુલ દેવાની કરીને વ્યક્તિ માલ આપવા આવે છે તેવી વાત કરવામાં આવી છે.


ભાજપની કારોબારીમાં નવાજૂનીના એંધાણ, ગાંધીનગર બહાર બેઠક બોલાવવાનું શું કારણ હોઈ શકે!


 


ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી


ફૂડ વિભાગનો નવો ફતવો 
ફૂડ સેફ્ટી વિભાગે ફતવો જારી કરીને કહ્યું છે કે તમે હોટેલ, રેસ્ટોરેન્ટ અને ધાબાનાં રસોડાં ચકાસીને જમવાનો આગ્રહ રાખો. કમિશનર ઑફ ફૂડ સેફ્ટી વિભાગે જાહેર કરેલી પ્રેસનોટમાં જણાવવમાં આવ્યું છે કે ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ સિવાય નિયમો અને દંડની દુહાઈ તો આપવામાં આવી છે. પરંતુ ગુજરાતનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જનતાને શુધ્ધ ખાવાનું મળે તે માટે શું કામગીરી કરી રહ્યો છે તેની કોઈ જ માહિતી આપવામાં નથી આવી.


ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને નહિ મળે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણ