અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં પડઘમ વાગી ચુક્યા છે. રાજ્ય ચૂંટણી પંચ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની શક્યતાઓને પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોનાથી નિધન

રાજ્યમાં પેટાચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યમાં આગામી દિવસોમાં 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55નગરપાલિકા માટેની ચૂંટણીનું આયોજન થશે. ભાજપ દ્વારા પોતાના બુથ લેવલના કાર્યકર્તાઓ સુધી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. 


‘જિંદગી જીવવી અઘરી છે...’ આટલા શબ્દો લખીને સુરતની મહિલા PSIએ કરી આત્મહત્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તમામ ધારાસભ્યોએ જીત પ્રાપ્ત કરતા કોંગ્રેસ માટે ફજેતી જેવી સ્થિતી થઇ હતી. કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીની કમાન મહદઅંશે હાર્દિક પટેલને સોંપવામાં આવવા છતા પણ ફ્લોપ શો સાબિત થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube