ગુજરાતના રાજકારણ પર એક નજર, જાણો બપોર સુધીના ચૂંટણીના મહત્વના અપડેટ્સ
- સર્વેમાં 6 મનપા માટે ભાજપ તરફી વાતાવરણ હોવાનો રિપોર્ટ મળ્યો છે, પરંતું જિલ્લા પંચાયત તાલુકા પચાયતમાં ભાજપને મુશ્કેલી પડી શકે છે
- ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાંણે કોંગ્રેસમાં ધમાસાણ સર્જાયું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સાહિત તેમના ટેકેદારો ભાજપમાં જોડાયા
ઝી મીડિયા/બ્યૂરો :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) ને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ (congress) અને ભાજપ (BJP) બંને પક્ષો તરફથી સતત મોટા અપડેટ આવી રહ્યાં છે. એક તરફ કોંગ્રસે પોતાના ઉમેદવારોનું લિસ્ટ ધીરે ધીરે જાહેર કરી રહ્યું છે. તો બીજી તરફ ભાજપમાં હજી પણ ઉમેદવારનો નામ પર મંથન ચાલી રહ્યું છે. આવામાં આજે બપોર સુધીના મહત્વના અપડેટ્સ પર એક નજર કરીએ...
ભાજપને 6 મહાનગરપાલિકામાં સત્તા મળશે, પણ...
ગાંધીનગર (gandhingar) માં સ્થાનિક સ્વરાજ ચૂંટણી મામલે ભાજપે મોવડીઓએ આંતરિક સર્વે કરાવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local election) ને લઈને જે સરવે કરાયો છે, તેમાં સામે આવ્યું છે ક 6 મનપામાં ભાજપને ફરી જીત મળી શકે છે. સર્વેમાં 6 મનપા માટે ભાજપ તરફી વાતાવરણ હોવાનો રિપોર્ટ મળ્યો છે, પરંતું જિલ્લા પંચાયત તાલુકા પચાયતમાં ભાજપને મુશ્કેલી પડી શકે છે. ગ્રામીણ વિસ્તારમાં ઉમેદવારના પસંદગી પર તમામ મદાર છે. 31 જિલ્લા પંચાયતોમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે સ્થિતિ પડકારજનક છે.
શું શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા જોડાશે? ચૂંટણી પહેલા બાપુની ઘરવાપસીની ચર્ચા ઉઠી
ચૂંટણી પહેલા જામનગર ભાજપમાં પડી શકે ભંગાણ
જામનગર ભાજપમાં આંતરિક ખેંચતાણને કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપના બે પૂર્વ નગરસેવક કોંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો કરાયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખના નિર્ણયથી નારાજ કોર્પોરેટર કોંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો છે. 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ ટર્મથી જીતતા ઉમેદવારોની ટિકિટ કપાતા સિનિયર નગરસેવકોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે કોંગ્રેસ સંભવિત બંને નારાજ નગરસેવકોને ટિકિટ આપી શકે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આ વાતને સમર્થન આપ્યું છે.
ખેડામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ
ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાંણે કોંગ્રેસમાં ધમાસાણ સર્જાયું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સાહિત તેમના ટેકેદારો ભાજપમાં જોડાયા છે. મહામંત્રી પ્રવીણ સિંહ રાઠોડ સહિત 700થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. નડિયાદ કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કરી તમામને ભાજપમાં જોડવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કેસરીયો ધારણ કરાવાયો છે.
‘જો બકા સાઈડ તો નહિ મળે...’ વાક્ય લખેલી બસ સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢી
અમદાવાદ શહેર ભાજપ મહામંત્રીએ 3 વોર્ડમાં ટિકીટ માંગી
અમદાવાદ (ahmedabad) શહેર ભાજપ મહામંત્રીએ 3 વોર્ડમાં પક્ષ પાસેથી ટિકીટ માંગી છે. કૌશિક જૈને ત્રણ જગ્યાઓ પરથી ટિકિટ માંગી છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દરિયાપુર, શાહપુર અને સ્ટેડિયમથી કૌશિક જૈને ટિકિટ માંગી છે. કૌશિક જૈન શહેર ભાજપ મહામંત્રી અને ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય છે. ગત વખતે દરિયાપુરથી કૌશિક જૈનની હાર થઈ હતી. કૌશિક જૈન શાહપુરના રહેવાસી છે, પણ ફાલ્ગુની શાહ શાહપુરથી લડતા હોવાના કારણે કૌશિક જૈનને શાહપુરથી ટિકિટ મળી ન હતી.
કોંગ્રેસે બીજી યાદી જાહેર કરતા જ કકળાટ થયો, કેટલાક વોર્ડ પ્રમુખ હરખાયા તો કેટલાક ગિન્નાયા...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોની ટિકિટ જાહેર થતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. અમદાવાદ મનપાના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષમાં નારાજગીનો દોર શરૂ થયો છે. નવા વાડજના વોર્ડ પ્રમુખ અરવિંદ રાઠોડે અમદાવાદ મહાનગર પાલિકા (ahmedabad) ની કાંગ્રેસની ટિકિટ જાહેર થતાં જ પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. નવા વાડજના વોર્ડ પ્રમુખ અરવિદ રાઠોડે રાજીનામની ચીમકી ઉચ્ચારી છે. 35 વર્ષથી કાંગ્રેસમાં હોવા છતાં ટિકિટ માટે તેમની અવગણના થઈ છે તેવુ તેમનુ માનવું છે. વોર્ડ પ્રમુખને વિશ્વાસમાં લીધા વિના ટિકિટ જાહેર કરાઈ છે તેવુ તેમણે જણાવ્યું. જાહેર કરાયેલા ઉમેદવાર અંગે વોર્ડ પ્રમુખ સાથે કોઇ ચર્ચા થઈ નથી. ત્યારે નારાજગીના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.