ઈન્જેક્શનના નામે થરથર કાંપતી મહિલા તબીબને વેક્સીન આપતા જોઈને હસવુ આવી જશે

ઈન્જેક્શનના નામે થરથર કાંપતી મહિલા તબીબને વેક્સીન આપતા જોઈને હસવુ આવી જશે
  • મહિલા ડોક્ટરને વેકસીન આપવા માટે તેમની પાસે ઉભેલા એક મહિલા નર્સે મોંઢું દબાવવું પડ્યું અને અન્ય એક મહિલા નર્સે ડોક્ટરને વેક્સીન આપી હતી. જેના ફોટો આપને નાના બાળકોને ઇન્જેક્શનના નામથી જે ડર પેદા થાય છે તેની યાદ આપવશે

અતુલ તિવારી/અમદાવાદ :દેશભરમાં વિશ્વનું સૌથી મોટું વેકસીનેશન ચાલી રહ્યું છે ત્યારે હેલ્થ વર્કર્સને સૌપ્રથમ કોરોનાની વેક્સીન (corona vaccine) અપાઈ રહી છે. આવામાં કેટલાક કોરોના વોરિયર્સને વેકસીન કરતા વધુ ડર ઇન્જેક્શનની સોયથી લાગતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દર્દીઓની સારવાર માટે જુદા જુદા પ્રકારના ઇન્જેક્શન લગાવતા ડૉક્ટર્સ સહિતના કેટલાક કોરોના વોરિયર્સ (corona warriors) વેક્સીન લેતા સમયે ઇન્જેક્શનના સોયથી એવા ગભરાઈ જાય છે કે રીતસરની ચીસો પાડી ઉઠે છે.  આવા કેટલાક કિસ્સાઓ વાત કરીએ તો અમદાવાદમાં આવેલા સોલા સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા ડોક્ટરને રસી લેતા સમયે એવી બીક લાગી કે તેઓ રીતસરની ચીસો પાડવા લાગ્યા. ત્યારે આ મહિલા ડોક્ટરને વેકસીન આપવા માટે તેમની પાસે ઉભેલા એક મહિલા નર્સે મોંઢું દબાવવું પડ્યું અને અન્ય એક મહિલા નર્સે ડોક્ટરને વેક્સીન આપી હતી. જેના ફોટો આપને નાના બાળકોને ઇન્જેક્શનના નામથી જે ડર પેદા થાય છે તેની યાદ આપવશે. ત્યારબાદ વેકસીન લીધા બાદ જેમ બાળકો શાંત થાય અને હસતા રમતા નજરે પડે તે પ્રકારના પણ દ્રશ્યો વેક્સીન (vaccination) લીધા બાદ સામે આવ્યા હતા.

No description available.

No description available.

વેક્સીનેશન પ્રોસેસમાં ગુજરાત સાતમા ક્રમે 
દેશભરમાં કોરોના વેક્સીન અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ રસીકરણની કામગીરી થઈ રહી છે. દેશમાં કોરોનાની રસી આપવામાં ગુજરાત સાતમાં નંબરે છે. રસીકરણમાં મધ્ય પ્રદેશ સૌથી આગળ છે. મધ્ય પ્રદેશમાં 69.4 ટકા હેલ્થ વર્કરને રસી અપાઈ ચૂકી છે. જ્યારે તેલંગણા અને રાજસ્થાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. બીજી બાજુ દિલ્હી, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી ધીમી ગતિએ રસી અપાઈ રહી છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં માત્ર 8 રાજ્યો એવા છે કે, જ્યાં અડધાથી વધુ હેલ્થ વર્કરને રસી અપાઈ ગઈ છે. જ્યારે અન્ય 8 રાજ્યો એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં માત્ર 20 ટકા હેલ્થ વર્કરને જ રસી આપવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય સાતમાં ક્રમે છે. 31 જાન્યુઆરી સુધીનું આ કુલ 39.5 લાખ હેલ્થ વર્કરને રસી અપાઈ છે જે કુલ લક્ષ્યના 42.7 ટકા છે.

કેમ થઈ કોરોનાના આડઅસર, ડોક્ટરે આપ્યો જવાબ
ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાનું રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. વડોદરામાં કેટલાક કિસ્સાઓમાં રસી લીધા બાદ આડઅસરના બનાવ બન્યા છે. તેના પર ZEE 24 કલાકની ટીમે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર સાથે વાતચીત કરી. વેક્સીન લેવાથી કોઈ મોટી જીવલેણ આડઅસર થતી નથી તેવી સ્પષ્ટતા ડૉ. શીતલ મિસ્ત્રીએ કરી. કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસરના મતે કોઈપણ વેક્સીન લો તેમાં સામાન્ય તાવ આવવા જેવા લક્ષણો દેખાતા હોય છે. ફ્રન્ટલાઈન વર્કર્સ જેવા કે પોલીસકર્મીઓ અને સફાઈકર્મીઓમાંથી જો કોઈએ રસી લીધા બાદ શરીરને પૂરતો આરામ ન આપ્યો હોય તો પણ શરીરને અસર દેખાઈ શકે છે પરંતું તેનાથી કોઈ મોટી આડઅસર થતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news