• પાટણ શહેરના પારેવા સર્કલ પાસે રોડ પર દર્દીને લોકોએ સારવાર રોડ પર જ સારવાર આપી

  • સાંતલપુરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવકની હાલત બની નાજુક


પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાલત બગાડી છે. સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. એક બાજુ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ જિલ્લામાંથી સંક્રમિત થતા દર્દીઓનો આંક ઉંચો આવી રહ્યો છે. ત્યારે સાંતલપુરના અરજણસર ગામનો એક યુવક ઓક્સિજનની કમી છતા રોડ પર ઢળી પડ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો તેની મદદે આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજણસર ગામના એક યુવકને ઓક્સિજન લેવાની તકલીફ ઊભી થતા તેને પરિવારના સભ્યો સારવાર માટે પાટણમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યો હતો. પાટણ શહેરના પારેવા સર્કલ નજીક યુવકની તબિયત લથડતા યુવકને ગાડીમાંથી બહાર કાઢીને રસ્તામાં જ સુવડાવી દીધો હતો. લાચાર પરિવારના સભ્યોએ સ્થાનિક લોકો પાસેથી મદદની ગુહાર લાગવી હતી. 



ત્યારે આ મામલે એક વહીવટી અધિકારી, આ વિસ્તારના કોર્પોરેટર અને પેરામેડિકલની ટીમ તાત્કાલિક મદદે આવી હતી. પરંતુ તેમની પાસે ઓક્સિજનની બોટલ ન હોવાને લઈ તાત્કાલિક સેવાભાવી સંસ્થાના સેવકોનો ફોન પર સંપર્ક કરતા ગણતરીની મિનિટોમાં ઓક્સિજન બોટલ લઈ સ્થળ પર પહોંચ્યા હતા.



સારવાર મળે તે પહેલા રસ્તા વચ્ચે જ યુવકની સ્થિતિ નાજુક બની હતી. તેથી સેવાભાવી સંસ્થાના યુવકોએ ઓક્સિજનની સાથે કપૂરની ગોટીની પણ વ્યવસ્થા કરી આપી હતી. જેથી દેશી રીતે ઓક્સિજન મળી રહે. આમ, સેવાભાવી યુવકોની મદદ થતા પરિવારજનોમાં આશાનું કિરણ જોવા મળ્યું હતું. 



તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવતા યુવકની તબિયતમાં સુધારો આવ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો યુવકને હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઇ ગયા હતા. ત્યારે હાલ કોરોના મહામારી વચ્ચે હજુ પણ લોકોમાં માનવતા અને એકબીજાની મુસીબતમાં મદદ કરવાની ભાવના જીવિત છે તેવુ આ ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.