રાજુ બાપુ કથા નહીં કરે તો આ સ્કૂલને તાળાં મારવા પડશે, ભણવા અને જમવાના પડશે બાળકોને ફાંફા

સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં આવેલી શિવ કુમારી વિદ્યાલય આ કોઈ સરકારી કે ખાનગી નહીં પણ દાનથી ચાલતી એક શાળા છે. અહીં ધોરણ એકથી 8 સુધીનો અભ્યાસ ગરીબ અને નિરાધાર બાળકો કરે છે. અહીં ભણતા એક પણ વિદ્યાર્થી પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં બાળકોને રહેવા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવે છે.

રાજુ બાપુ કથા નહીં કરે તો આ સ્કૂલને તાળાં મારવા પડશે, ભણવા અને જમવાના પડશે બાળકોને ફાંફા

ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા વ્યક્તિઓના વિવાદીત નિવેદનોનો જાણે માર્યો ચાલ્યો છે. એક-બીજા સમાજના વિરુદ્ધ આવેલા આ નિવેદનથી ઉગ્ર વિરોધ થયો. રાજનેતા પછી એક કથાકારે પણ કોળી-ઠાકોર સમાજ વિરુદ્ધ કરેલી ટીપ્પણીથી સમાજમાં રોષ ફાટી નીકળ્યો. કથાકાર રાજુ બાપુએ આ મામલે માફી પણ માગી લીધી પરંતુ કોળી સમાજે એક એવી માગ કરી છે જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્ન ઉભો થઈ ગયો છે શું છે સમગ્ર મામલો?

સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં આવેલી શિવ કુમારી વિદ્યાલય આ કોઈ સરકારી કે ખાનગી નહીં પણ દાનથી ચાલતી એક શાળા છે. અહીં ધોરણ એકથી 8 સુધીનો અભ્યાસ ગરીબ અને નિરાધાર બાળકો કરે છે. અહીં ભણતા એક પણ વિદ્યાર્થી પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં બાળકોને રહેવા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. એક તરફ શિક્ષણના વ્યાપારીકરણને કારણે ખાનગી સ્કૂલો બેફામ લૂંટ ચલાવી રહી છે ત્યાં શિવ કુમારી જેવી શાળાઓ ગરીબ બાળકો માટે એક સોનેરી ભવિષ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક વિવાદને કારણે અહીં ભણતાં ગરીબ અને નિરાધાર બાળકોનું ભવિષ્ય હાલક-ડોલક થઈ ગયું છે અને તેથી જ બાળકોની સાથે વાલીઓએ શાળામાં આવી બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે રજૂઆત કરાઈ રહી છે.

No description available.

તમને થશે કે આ શાળામાં એવું તો શું થયું છે કે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે? તો આ શાળાનો સંપૂર્ણ ખર્ચ શિવ કથાકાર અને પોતાના એક નિવેદનથી રોષનો ભોગ બનેલા રાજુ બાપુ ઉઠાવે છે. પોતાની કથાઓમાંથી જે પણ આવક મળે છે તે તમામ આવક તેઓ આ ગરીબ અને નિરાધાર બાળકોને ભણાવવા માટે કરે છે.

  • રાજુ બાપુની કથા કેમ જરૂરી? 
  • શાળાનો સંપૂર્ણ ખર્ચ શિવ કથાકાર રાજુ બાપુ ઉઠાવે છે
  • કથાઓમાંથી થતી આવકથી ગરીબ-નિરાધાર બાળકો ભણે છે

એક કથામાં રાજુ બાપુએ ઠાકોર-કોળી સમાજ વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યું હતું. આ નિવેદનને કારણે જોરદાર રોષ ઠાકોર-કોળી સમાજમાં જોવા મળ્યો. જો કે ઉગ્ર વિરોધને કારણે રાજુ બાપુએ માફી પણ માંગી લીધી પરંતુ કોળી સમાજ તેમને માફ કરવા માટે તૈયાર નથી. કોળી સમાજે એક માગ કરી છે કે રાજુ બાપુએ કરેલી ભૂલની સજા એ છે કે તેમણે પાંચ વર્ષ સુધી કોઈ કથા નહીં કરવાની. આ જ માગને કારણે રાજુ બાપુની સાથે તેમની આવકમાંથી ચાલતી આ શાળાનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે.

શું છે કોળી સમાજની માગ? 

  • રાજુ બાપુની ભૂલની સજા એ છે કે તેમણે 5 વર્ષ સુધી કોઈ કથા નહીં કરવાની

છેલ્લા 13 વર્ષથી ચાલતી આ શાળામાં અનેક બાળકો ભણી રહ્યા છે, બાળકો પાસેથી રહેવા, જમવા કે પછી શિક્ષણનો એક પણ ખર્ચ લેવામાં આવતો નથી. તમામ ખર્ચ રાજુ બાપુ પોતાની કથામાંથી થતી આવકમાંથી ઉઠાવે છે. ત્યારે સ્કૂલનું સંચાલન કરતાં હિતુષા દીદીએ વાલીઓને હાલ તો આશ્વાસન આપ્યું છે કે આ વિવાદનું સમાધાન આવી જશે.

No description available.

  • આશાનું કિરણ છે આ શાળા 
  • 13 વર્ષથી ચાલતી આ શાળામાં અનેક બાળકો ભણી રહ્યા છે
  • બાળકો પાસેથી રહેવા, જમવા, શિક્ષણનો ખર્ચ લેવામાં આવતો નથી

રાજુ બાપુના નિવેદન સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. બીજી તરફ રાજુ બાપુએ અનેક વખત માફી પણ માંગી લીધી છે. ત્યારે ગુજરાતમાં જેની બહોળી વસ્તી છે એવા ઠાકોર-કોળી સમાજે પણ મોટું મન રાખી ગરીબ-નિરાધાર બાળકોના હિતમાં કોઈ નિર્ણય લેવો જોઈએ. જો રાજુ બાપુ કથા નહીં કરે તો આ સ્કૂલને તાળા મારવા પડશે અને સ્કૂલ બંધ થશે તો અનેક ગરીબ વિદ્યાર્થી શિક્ષણ વગર રહી જશે. તેમનું ભવિષ્ય અંધકારમય બની જશે ત્યારે જોવું રહ્યું કે આ ઘટનામાં શું સુખદ ઉકેલ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news